Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 314
________________ સુમન ! કિલ્લાની એક પહેલી ઈંટ તૂટ્યા પછી સમગ્ર કિલ્લાના નાશ સરળ થઈ જાય છે. નાવડીમાં એક નાનું છિદ્ર કરવાથી સમગ્ર નાવડીને સહેજમાં ડૂબાવી શકાય છે. ભેરીના પ્રથમ ટૂકડાને લેનારે એવે! માગ ચાલુ કર્યાં કે-પાછળ ઘણા માણસાએ તેનું અનુકરણ કર્યુ અને ભેરીની શક્તિ નાશ પામવાથી રોગીએ હમેશને માટે નિરાશ થયા. એ રીતે સુમન ! સમગ્ર વિશ્વનુ' જેમાં હિત છે, તે વિશ્વવ્યવસ્થાના નાના-મોટા લૌકિક કે લેાકાત્તર આચારને અજ્ઞાન કે મેહને વશ થઈને જે મનસ્વીપણે ભાગે છે કે તેનું મૂળ સ્વરૂપ બદલી નાંખે છે, તે સમગ્ર વિશ્વને હાનિ કરે છે, અન્ય જીવાને એ આચારપાલનમાં અનાદર ઉપજાવે છે, શિથિલ બનાવે છે અને આચારભ'ગના માર્ગ ખૂલ્લા કરે છે. આ સુમન ! અબ્રહ્મ હૈય છે, તથાપિ બ્રીચય પાલનની વિશિષ્ટ શક્તિ જેનામાં નથી, તેના માટે આ આય કુળાની વિવાહત્મ્યવસ્થાનું પાલન ઘણું અગત્યનું છે. માનવજાતિ એ ઉચ્ચ ગણાય છે. તે પ્રમાણે તેની ઉચ્ચતા અખંડ રહે એવી સતતિ માટે વ્યવસ્થા કી રીતે ઉપકારક બને છે, એ તેા તને હવે · પછી સમજાવીશ. પરંતુ આજે એટલું તારે સમજી લેવુ જોઈ એ કે-વિશિષ્ટ પુણ્યથી પેાતાના ઘેર માનવ તરીકે જન્મ લેનાર ભાવિ પુત્ર-પુત્રીના જીવનને સુંદર બનાવવા માટે અને એ રીતે પેાતાની ઉત્તમ સંતતિના વારસે જગતને આપવા માટે, મનુષ્યે આ આય કુળાની વિવાહવ્યવસ્થાને ખૂબ મહત્ત્વની સમજી તેનું પાલન કરવું-કરાવવું, તે માનવના એક ધમ છે. અપેક્ષાએ તે એક વિશિષ્ટ સેવા છે. 5 ૧૩મ

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324