________________
જે તે કાનુનેનો અનાદર કે ભંગ કરે છે, તે બીજાઓને પણ અનાદર અને ભંગ કરવાનું શીખવે છે.
સુમન ! બીજા ઇવેનું હિતાહિત જેટલું હિતકર-અહિતકર ઉપદેશ આપવાથી થાય છે, તેથી કેઈગુણું અધિક અને શીવ્ર તેનું હિતાહિત તે તે પ્રકારના વર્તનથી થાય છે. ઉપદેશથી બીજાને જે અસર થાય છે, તે કરતાં ઘણી, સચોટ અને શીઘ અસર સારા-નરસા આચરણને જેવાથી થાય છે. અજ્ઞાન એવા પણ બાળકને માતા ઉપદેશ વિના કેવળ પિતાના આચરણ દ્વારા શિક્ષણ આપી શકે છે.
સુમન ! મનુષ્યોને મોટો વર્ગ બાળક જેવું છે. તેને ઉપદેશની અસર નહિવત્ થાય છે. તેવા જીવોના હિત માટે કેવળ ઉપદેશ નહિ પણ તેવું વર્તન કરવું જરૂરી છે.
સુમન ! લૌકિક કે લેકેત્તર પ્રત્યેક ઉત્તમ આચાર સમગ્ર વિશ્વના હિત માટે છે, એ વાત તેને પહેલાં યુક્તિપૂર્વક સમજાવી છે એટલે એ વિષયમાં હવે તને સમજાવવાની જરૂર નથી. તું સમજી શકીશ કે-એક નાનામાં પણ નાના સદાચારને અનાદર કરી છે તેનું પાલન કરતું નથી, તે પિતાને અને યાવત્ સમગ્ર વિશ્વને પણ દ્રોહ કરે છે. એ જ તેના સંસારપરિભ્રમણનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં અસદાચારના ત્યાગને અને સદાચારના પક્ષને ધર્મ કહ્યો છે અને એની વિરુદ્ધ સદાચારના તિરસ્કારને તથા અસદાચારના પક્ષને અધમ કહ્યો છે, તેનું રહસ્ય પણ આ જ છે.
સુમન ! મનુષ્યનું જીવન અન્ય સર્વ જીના જીવન કરતાં વધુ જવાબદારીવાળું છે. તેનું કારણ પણ એ જ છે કેતેના સારા-નરસા આચરણની અસર અત્માને મેટી થાય છે.
૧૩૧