Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 309
________________ કરે છે. આજે આપણે પણ જીવનઘડતર માટે બહુધા પૂર્વ પુરુષોના જીવનને દષ્ટાંત તરીકે સ્વીકારીને તે તે પ્રવૃત્તિ કરીએ છીએ, એ કોને અનુભવસિદ્ધ નથી? સુમન ! એ ઉપરાંત ગૃહસ્થાશ્રમ સેવનાર મનુષ્ય વારસામાં પિતાની સંતતિને મૂકી જાય છે. એનાથી કેવળ તેને વંશ ચાલુ રહે છે એમ નહિ. એ સંતતિ જે ઉત્તમ હોય, તે તેના આલંબનથી અને સહકારથી તેના કુટુંબ, જ્ઞાતિ અને યાવત્ સમગ્ર વિશ્વને પણ હિત થાય છે; અને જે સંતતિ અધમ હોય, તે તેનું, તેના કુટુંબનું, સ્વજન-સંબંધીઓનું કે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર યાવત્ સમગ્ર વિશ્વનું અહિત પણ થાય છે. સુમન ! વિશ્વના સમગ્ર જીના જીવનને એવો સંબંધ છે કે-તેમાંથી પરસ્પર હિતાહિત થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાપરોપજીવાના' અર્થાત્ છે પિતાના જીવનથી પરસ્પર હિતાહિત કરે છે. તે માટે સુમન ! સુખને અથર મનુષ્ય જે પૂર્ણ બ્રહ્મચર્યને વાળીને પોતાના જીવનને એવો ઉત્તમ ઈતિહાસ ન રચી શકે, તે પણ તેણે આ વિવાહ વ્યવસ્થાનું ધોરણ પાળીને લગ્ન કરવું ગઈએ, કે જેથી સંતતિ થાય તે પણ સુજાત વગેરે ગુણવાળી ઉત્તમ થાય; અને તેનાથી પિતાને, તે સંતતિને, તેના કુટુંબને, સ્વજન-સંબંધીઓને, જ્ઞાતિને, સમાજને, રાષ્ટ્રને અને યાવત વિશ્વને પણું હિત થાય. | સુમન ! અપવાદને બાજુમાં રાખી સામાન્ય ધોરણે વિચારતાં સમજાશે કે-જે મનુષ્ય પોતાના જીવનમાં સંયુક્ત કૌટુંબિક જીવનના, જ્ઞાતિના, સમાજના કે રાષ્ટ્ર વગેરેના લૌકિક કાનુનેનું લાલન કરવાનું શિક્ષણ આપતા હોય છે અને એથી વિપરીત

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324