________________
-
-
રૂપ છે, એવી સમજ એ તાત્વિક સમજણ છે. ગૃહસ્થાશ્રમ સેવવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યને પામેલા પુરુષ અને મહાસતીઓ ત્રણેય લેકમાં પૂજાયા છે. દેવે પણ તેઓના દાસ બની સેવા કરતા હોય છે.
સુમન ! આવા પવિત્ર સંતે અને સતીઓના ધર્મથી જગતના છ શાતાને પામે છે. તેઓના નામસ્મરણ માત્રથી પાપીઓનાં પાપ નાશ પામે છે. એ રીતે અન્ય જીનું પણ હિત થાય છે.
સુમન ! મુક્તિનું અનંતર કારણ ચારિત્ર છે, એ ચારિત્ર સર્વ સદાચારનું કુલઘર છે અને તે ચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની સિદ્ધિ કેવળ મનુષ્યજમમાં વિધિપૂર્વકની વિવાહ વ્યવસ્થાને અનુસરવાથી થાય છે, માટે માર્ગાનુસારિતાને આ ત્રીજો ગુણ બીજા ગુણેને પ્રગટાવવા માટે ઘણું મહત્વનું છે, એ તને હવે સમજાયું હશે. એને અનુસરવાથી સ્વ-પરિકલ્યાણ થાય છે એ સુનિશ્ચિત છે.
સુમન ! જેઓ પોતાના કર્મોદયને અનુસાર જે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મમાં જગ્યા હોય, તેઓ તે તે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મ વગેરેના નિયમોને (આચારને) પાળવા માટે જવાબદાર હોય છે. એમ છતાં મેહાદિને વશ થઈ જેઓ એ નિયમને અનુસરતા નથી, તેઓ કેવળ પોતાને જ નહિ પણ તે તે સમગ્ર જ્ઞાતિ, કુળ, દેશ, ધર્મ અને પરંપરાએ સમગ્ર વિશ્વને પણ હાનિ પહોંચાડે છે, અન્યાય કરે છે અને તેથી પિતાનું સંસારભ્રમણ વધારી મૂકે છે. એ વાત આપણે હવે પછી વિચારીશું.
T
૧૨૮