________________
[૧૭]
સુમન ! માર્ગોનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળની વિવાહવ્યવસ્થાને અનુસરવાનું વિધાન છે. આ વિવાહવ્ય. વસ્થાના રહસ્યને જાણવાથી તેને સમજાશે કે-ગૃહસ્થજીવનમાં માર્ગાનુસારિતાની પ્રાપ્તિ માટે તેની કેટલી મહત્તા છે?
સુમન ! આર્યકુળોમાં પત્નીને સુધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે. પતિ અને પત્નીનાં આ વિશેષણો તેને વિવાહનું તત્ત્વ સમજવા માટે ઉપયોગી થઈ પડશે.
સુમન ! “સધર્મચારિણી એટલે પતિની સાથે અથવા પતિના સમાન ધર્મને આચરનારી સુશીલ પત્ની. એથી એ સમજવાનું છે કે-પત્નીને ધમ પતિની સાથે તેના સમાન ધર્મને આચરવાનો છે. એને અર્થ એ નથી કે- પતિ ગમે તેવા ખરાબ માર્ગે દોરે, તે પણ પત્નીએ તેની આજ્ઞાને અનુસરવું ! કારણ કે-પતિનું વિશેષણ “આર્યપુત્ર છે. “આર્ય તેને કહેવાય છે, કે જે સર્વ અસદાચારોથી દૂર રહી યથાશક્ય સ્વ-પરહિતકર સદાચારને અનુસરે. એવા આર્યને પુત્ર સર્વ અસદાચારના ત્યાગપૂર્વક શકય સદાચારનું પાલન કરનાર હોય, તેથી તેની આજ્ઞા અસદાચાર સેવવાની કદી ન હોઈ શકે.
૧૨૨