________________
સુમન ! પાપી મનેવૃત્તિને અંકુશમાં લેવી અતિ દુષ્કર છે. તે માટે નવવિધ પ્રાગુપ્તિનું પાલન વગેરે ખીજા પશુ વિવિધ ઉપાયે નુ` સતત સેવન કરવું આવશ્યક છે, કારણ કે–અનાદિ અભ્યાસને ટાળવા અતિ દુષ્કર છે. શાસ્ત્રકારા કહે છે કે-પૂર્વ જન્મમાં રાગાદ્ધિપૂર્વક આચરેલી શુભાશુભ પ્રવૃત્તિને અભ્યાસ જીવને ઉપયોગ વિના પણ કેટલેાય કાળ સુધી સાથે રહે છે. ત્યાં જીવની અનંતાન ંત જન્માથી પાષાયેલી કામવાસના માટે તે। કહેવું જ શુ? તે એટલી દૃઢ બની જાય છે કેઅન્ય ભવામાં તે તેને તેડવાનુ સામર્થ્ય જીવને પ્રાપ્ત થતું જ નથી. એક જ મનુષ્યભવ અને તેમાં આય દેશ, કુળ, જાતિ વગેરેને પ્રાપ્ત કરીને કોઈ વિરલ આત્માએ જ તેના પરાભવ કરી શકે છે.
સુમન ! વિવિધ રૂપાને ધારણ કરતી પાપવાસના જીવને પાપથી ભારે કરી વિવિધ દુઃખાનુ ભાજન મનાવી દે છે. વૈરવિરાધ, તેજોદ્વેષ-ર્ષ્યા-અસૂયા, ક્રૂરતા–નિયતા અને દુરાગ્રહવિગ્રહ-અહંકાર-મદ વગેરે સઘળાં પાપવાસનાનાં જ વિવિધ રૂપા છે. તેને દૂર કરવા માટે મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને માધ્યસ્થ્ય જેવી સ્વ-પરહિતકર ભાવનાઓ અને તેને અનુરૂપ પરાપકારવૃત્તિ વગેરે વસ્તુએ જ સમથ છે. માટે જ્ઞાનીઓએ ધમ માટે તેની ઉપયાગીતા વણવી છે.
સુમન ! મૈત્રી આદિ ભાવેાને પામેલેા જીવ અબ્રહ્મ આદિ સેવવામાં મહા કપને અનુભવે છે, કારણ કે-એક વાર અબ્રહ્મ સેવવાથી અસ`ખ્યાતા એઇન્દ્રિય જીવા, અસંખ્યાતા સમૂરિંછમ પચેન્દ્રિય જીવેા અને નવ લાખ ગજપન્દ્રિય જીવાની
૧૩૫