________________
સ્ત્રીઓને પતિ એ પતિદેવ તરીકે આરાધવાનું નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રનું ફરમાન પણ આ કારણથી છે કે-આયપતિ કદાપિ પોતાની નિશ્રામાં જીવનસમર્પણ કરનાર પત્નીને અસદાચારના માર્ગે ન દોરે, કિ, અસદાચારથી રક્ષણ કરી સદાચાર પાલ. નમાં સહાય કરે.
સુમન ! પુરુષરૂપે કે સ્ત્રીરૂપે પણ મનુષ્યને જન્મ ઘણા પુણ્યના બળ મળે છે. આવું પુણ્ય ધર્મ કરવાથી બંધાય છે અને તેના ફળરૂપે મળેલા માનવભવને વિશિષ્ટ ફળદાયક બનાવવા માટે પુનઃ ધર્મ કરવો અનિવાર્ય છે.
સુમન ! એમ છતાં જ્ઞાનીઓએ આચરેલ અને ઉપદેશેલે રપે ધર્મ પ્રાપ્ત કરે સહેલો નથી. તેના નિશ્ચય અને વ્યવહારએમ બે પ્રકારો છે. તેમાં નિશ્ચયધ, કે જે આત્મશુદ્ધિ રૂપ છે, તેને માટે વ્યવહારધર્મ, કે જે અપેક્ષાએ શુદ્ધિ માટેના ઔષધ રૂપ છે, તેને જીવનમાં જીવવો પડે છે. આ વ્યવહારધર્મમાં વિવિધ બાહ્ય આલંબનને આશ્રય લેવો પડે છે. તે આલંબનેમાં મનુષ્યભવ પ્રથમ નંબરે છે, તેથી તેનું મહત્ત્વ છે. એથી પણ ઉત્તરોત્તર અધિક મહત્ત્વ આયે દેશ-ઉત્તમ કુળ-પંચેન્દ્રિયપાટવ વગેરેનું છે. જે દેશ, જ્ઞાતિ કે કુળ વગેરેમાં જન્મ લેવા માત્રથી પણ વિવિધ અસપ્રવૃત્તિઓથી બચી જવાય છે અને કુળાચાર, લોકાચાર તથા દેશાચારને અનુસરીને સદાચારને પાળવાની સગવડ મળે છે, તે કુળ, જ્ઞાતિ, દેશ વગેરે પણ ધર્મની સામગ્રી રૂપે ધર્મનાં આલંબને ગણાય છે, કારણ કેતેમાં જન્મ પામેલા જીવને ઉત્તરોત્તર સદાચારમાં-ધર્મમાગમાં પ્રેરનારા સ્વજને, સંબંધીઓ, જ્ઞાતિજને, વૃદ્ધ પ્રજાજને અને
૧૨૩.