________________
એ આવડત ક્ષમાદિ ગુણસ્વરૂપ-ધર્મરૂપ છે. આ ગુણેને પ્રગટાવવાનું, રક્ષણ કરવાનું કે વધારવાનું બળ સદાચારમાં રહેલું છે. સદાચારથી ન હોય તે ગુણે પ્રગટે છે, હેય તે સુદઢ અને વિશુદ્ધ બને છે તથા તે ઉત્તરોત્તર વધતા જાય છે. આ સદાચારને આધાર મુખ્યતયા મનુષ્યજીવન છે. મનુષ્ય જેટલા સદાચારી દે પણ બની શકતા નથી.
એમ છતાં સુમન ! બધા જ મનુષ્ય સદાચારનું યથાર્થ કે પૂરું પાલન કરી શકે તે શકય નથી. કેઈ ઉત્તમ-કુલીન માતા-પિતાથી જન્મેલા પુણ્યવાન મનુષ્ય જ સાચા સદાચારી બની શકે છે. આવા એક સદાચારીથી હજારો, લાખો કે તેથી અધિક જી સદાચારને પાઠ શીખી શકે છે અને સદાચારી બની શકે છે.
સુમન ! શાલિભદ્રજી કે તેવા બીજા ધન્નાજી જેવા ઉત્તમ આત્માઓના જીવનને દષ્ટાન્ત બનાવીને આજ પૂર્વે લાખો
છ દાનધર્મનું પાલન કરતા થયા છે. મહાત્મા સ્થૂલિભદ્રજી, વિજય શેઠ અને વિજયા શેઠાણ તથા સુદર્શન શેઠ વગેરે અને શ્રીમતી સીતાજી વગેરે અનેક મહાસતીઓના પવિત્ર બ્રહ્મચર્ય અને શીયળનું આલંબન લઈને અગણિત આત્માઓ મૈથુનના પાપથી બચ્યા છે. એ રીતે મહા તપસ્વીઓના તપનું આલંબન લઈને અનેક આત્માઓ તપદ્વારા સ્વ-પરકલ્યાણ સાધી શકયા છે. શત્રુ પ્રત્યે પણ પોપકાર કરવાની બુદ્ધિવાળા, મૈત્રી આદિ ભાવના ભંડારભૂત અને સમતાના સાગર અંધકજી, ગજસુકુમાર, મેતારજ મુનિ વગેરે મહાત્માઓના દષ્ટા તેને અનુસરીને