________________
કરવી જોઈએ, કારણ કે-તેમાં જ માનવતાનું મૂલ્ય છે અને તે જ મનુષ્યજીવનનું સાચું ફળ છે.
એમ છતાં સુમન ! સ કાઈ મનુષ્યા તેવી ચેાગ્યતાને પામેલા જ હાય તેમ મને નહિં અને ચૈાગ્યતાને પામેલા પણ સર્વ બ્રહ્મચર્યની સિદ્ધિ કરી જ શકે તે પણ નિયમ નહિ. માંઘા માનવજીવનને પામેલા પણ જીવામાં ઘણા જીવા આત્મગુણુનાં ઘાતક મેાહનીયાદિકમેથી ઘેરાયેલા હાય છે, તેથી પાપને પાપરૂપે સમળવા છતાં છેાડી શકતા નથી.
તેથી સુમન ! એવા જીવા પણ પાપક્રિયા કરવા છતાં પાપવૃત્તિના પાષક ન બને, પાપની પરપરારૂપ અનુબંધને ન કરે અને પરિણામે તે પાપક્રિયાથી છૂટવાનુ સત્ત્વ કેળવે, એવા શુભ આશયથી જ્ઞાનીઓએ પાપક્રિયા ન છૂટે તેા પણ ધર્મની સિદ્ધિ કરી શકાય તેવે। માગ મતાન્યેા છે. એ માગને શાસ્ત્રમાં માર્ગાનુસારિતા નામના ગૃહસ્થને સામાન્યધમ કહેલેા છે,
સુમન ! તેના ત્રીજા ગુણમાં બ્રહ્મચય ના પાલનમાં અસમાઁ જીવ પણ ઉત્તરાત્તર કામવાસનાનેા વિજય કરી બ્રહ્મચર્ય પાલનનું સત્ત્વ કેળવી શકે, તે માટે વિવાહ કેવી રીતે કેની સાથે કરવા તે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની મર્યાદા એવી છે કે–જેએ કુળ અને આચારથી સમાન હોય અને ગાત્રથી ભિન્ન હાય, તેવા ગૃહસ્થના પુત્ર-પુત્રીના વર-કન્યા તરીકે સ''ધ તેના વાલીઓએ ધમ બુદ્ધિથી કરવા. અર્થાત્ પેાતાનાં સંતાન કામવાસનાથી પીડાઈને સ્વચ્છંદી બની ન • જાય, કિન્તુ. વાસનાના વિજય કરવાનું સત્ત્વ પ્રગટ કરે અને