________________
સુમન ! જે આત્મા કુલાદિના આલંબને સદાચારનું પાલન કરવા છતાં ગુણાનુરાગના અભાવે ગુણ-ગુણની અનમેદના કે પ્રશંસા વગેરે કરી શકતો નથી, તે આવું નિર્મળ પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ માટે સદાચારના પાલનની સાથે શુભ ભાવની જરૂર રહે છે. માટે સદાચારનું પાલન કરતાં કે તેનું પાલન ન કરી શકાય ત્યારે પણ ગુણાનુરાગ કેળવવું જોઈએ અને તેના બળે ગુણ-ગુણની અનુમોદના, પ્રશંસા વગેરે કરવાં જોઈએ.
માર્ગાનુસારિતાના પ્રત્યેક ગુણમાં સુમન ! પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરાવવાની શક્તિ છે અને તેથી જ તેને પાયાને ધર્મ કહ્યો છે. તત્ત્વથી પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના જીવના અંતરંગ શત્રુઓને પરાજય થતો નથી, માટે શિષ્ટાચારપ્રશંસા દ્વારા તેવા પુણ્યને પ્રાપ્ત કરવું જોઈએ. માર્ગાનુસારિતાના આ બીજા પ્રકાર અંગે તને જે કાંઈ કહ્યું છે, તેનું તું જેમ જેમ અધિક ચિંતન-મનન કરીશ, તેમ તેમ તેને તેમાં રહેલું તત્ત્વ અધિકાધિક સમજાશે.
અંતરંગ
વા પુણયને કે
જે કાંઈક
૧૧૫