________________
[૧૬] સુમન ! શિષ્ટાચારની પ્રશંસા પછી માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં જ્ઞાનીઓએ આર્યકુળની વિવાહવ્યવસ્થાનું પાલન કરવાનું કહ્યું છે. અર્થાત વિવાહ કરો જે અનિવાર્ય બને, તે પણ તે આર્યકુળની વિવાહવ્યવસ્થાને અનુસરીને કરે જઈએ.
સુમન ! પહેલાં આપણે વિચાર્યું છે કે તત્વથી ધન મેળવવાની બુદ્ધિ એ પાપ છે, તથાપિ ગૃહસ્થને ધન વિના વ્યવહાર ચાલે નહિ. એ કારણે જે લૌકિક વ્યવહારો અટકી પડે, અથવા પરિણામે ધાર્મિક વ્યવહારોથી પણ વંચિત થવાનો પ્રસંગ આવે, તો ગૃહસ્થને ધન મેળવવું જોઈએ; પણ તે ન્યાયપૂર્વક મેળવવું જોઈએ, કે જેથી સંસારવૃદ્ધિનું કારણ ન બને. સુમન ! ધન મેળવવામાં પણ ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે અને તેથી તેને માર્ગાનુસારીધર્મને પ્રથમ પાયાને ગુણ કહ્યો છે.
એ રીતે સુમન ! આર્યકુળની વિવાહવ્યવસ્થા માટે પણ સમજવાનું છે. ચિંતામણી અને કલ્પવૃક્ષ વગેરેની ઉપમા પણ જેને ઓછી પડે, તેવું મહામૂલ્ય મનુષ્યજીવન પામીને આત્માએ મુખ્યતયા બ્રહ્મચર્ય વગેરે આત્મગુણોની સિદ્ધિ
૧૧૬