________________
સુમન ! એ આપણી અનુપકારવૃત્તિને-માનને દૂર કરવા માટે પણ જગતના છ સુખી થાય, એવી પરાર્થવૃત્તિપૂર્વક તેઓને શિષ્ટાચારી બનાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા કરવી અનિવાર્ય છે. - સુમન ! મનુષ્યને મળેલી મન, વચન અને કાયારૂપ મૂલ્યવાન સામગ્રીનું અને તેની અચિંત્ય શક્તિનું જે કઈ પણ તાત્વિક ફળ હોય, તો તે ત્રણેય ગો દ્વારા શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા કરવી તે છે. મનથી શિષ્ટાચારોને પક્ષ કરે, તેના પ્રત્યે આદર-બહુમાન-પ્રિતિ- સદ્ભાવ પ્રગટાવ, વચનથી તશષ્ટચારપાલનનાં ઉત્તમ ફળે અને તેના ઉપકારો વર્ણવવા તથા તેના પાલન વિના થતી બાહ્ય-અત્યંતર હાનિ વગેરેનું વર્ણન કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર બનાવવા ઉપરાંત કાયાથી પણ યથાશકય વિધિપૂર્વક શિષ્ટાચારનું પાલન કરવું. એમ મન, વચન તથા કાયા-એ ત્રણેય ને શિષ્ટચારના પાલન તથા પ્રાચારમાં પ્રવર્તાવવા, એ શિષ્ટાચારની વિવિધ સેવા છે. * - - -
સુમન ! શિષ્ટાચારને પક્ષ જાગ્યા વિના તેના લાભનું વર્ણન કરવું કે તેના પાલનને ઉપદેશ કરતે શુષ્ક હેવાથી સાચી પ્રશંસારૂપ બનતો નથી. એ રીતે પક્ષ હોવા છતાં તેના પાલન વિના કરાતો ઉપદેશ પણું પ્રાયઃ બીજાને અસર ઉપજાવી શક્તિ નથી. તેથી શિષ્ટાચારની પ્રશંસા માટે સૌથી પ્રથમ તેના પ્રશંસકમાં શિષ્ટાચારને પક્ષ પ્રગટ જોઈએ અને તેની સાથે યથાશય પાલન પણ કરવું જોઈએ. જે જે આચારોનું પાલન ન કરી શકાય, તે પણ કરવા માટેની શ્રદ્ધા
૧૦૦