________________
હોવી જોઈએ. ઉપરાંત વચનથી તેની પ્રશંસા અને અસદા ચારાની નિંદા કરવી જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાને આ ઉત્સગ અથવા રાજમાર્ગ છે.
એમ છતાં સુમન ! એમાં એકાન્ત નથી. શિષ્ટાચારને પક્ષ કે પાલન ઈછા માત્રથી શકય નથી. તે માટે જ્ઞાનવરણીયાદિ કર્મોને તથાવિધ ચોપશમ પણ જરૂરી છે. એથી જેનામાં તે ક્ષપશમ ન પ્રગટ હોય, તેણે પણ તેની વાચિક પ્રશંસા કરવી જોઈએ. ઉપરાંત પક્ષ વિના પણ કુળાચાર કે કર્તવ્ય સમજીને પણ તેનું પાલન કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. એમ કરવાથી શિષ્ટાચારના પાલનમાં નડતા વિરોધી કર્મો નબળા પડે છે અને ઉપશમના પ્રમાણમાં શિષ્ટાચારપાલન પ્રત્યે આદર તથા પાલનનું સત્વ પ્રગટે છે. એમ શિષ્ટાચારની માત્ર વાચિક પ્રશંસા પણ સ્વ–પર હિતકર બને છે.
સુમન ! “મહાગનો ચેન રત: સ પત્થા:'-એ ઉક્તિને અનુસાર મનુષ્યને એ સ્વભાવ છે કે-મોટા માણસે જે વતન કરે, તેવું વર્તન કરવી તે પ્રેરાય છે. તેથી મનુષ્ય જેમ જેમ અધિક પુણ્યના બળે મહાન બનતો જાય, તેમ તેમ સ્વપરહિતની દષ્ટિએ શિષ્ટાચારનું પાલન કરવાની તેની જવાબદારી વધતી જાય છે. તત્ત્વથી ઉંમર કે પ્રાપ્તસંપત્તિ વગેરેના કારણે મનુષ્ય માટે બનતું નથી, કિન્તુ જેની શિષ્ટાચારપાલનની જવાબદારી અધિક બને છે અને એ જવાબદારીને સમજીને જે તેનું પાલન કરે છે, તે પુરુષ તત્ત્વથી મહાન બને છે. તે
સુમન ! ચારેય ગતિના જીવમાં મનુષ્યભવની કિંમત જે અધિક છે, તે મનુષ્યની શિષ્ટાચાલનની જવાબદારીને
૧૦૧