________________
ગુણેમાં આચારનું પાલન અને પ્રશંસા વ્યાપક છે. અથવા આચાર એ જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે.
સુમન ! સમ્યગ્દર્શનના આઠ આચારો પૈકી નિઃશંકતાદિ ચાર આચારો નિશ્ચયનયપ્રધાન છે અને ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય તથા પ્રભાવના–એ ચાર વ્યવહારનયપ્રધાન છે. વ્યવહાર અને નિશ્ચય બને તો પરસ્પર એવાં સાપેક્ષ છે કે-એકના અભાવે બંનેને અભાવ થાય. એટલું જ નહિ, સુમન ! અપેક્ષાએ નિશ્ચય કરતાં વ્યવહારનું મૂલ્ય અધિક છે. નિશ્ચય સ્વ-ઉપકારક છે અને વ્યવહાર સ્વ–પર ઉપકારક છે. માટે સમ્યગ્દર્શનગુણની આરાધના માટે ઉપબૃહણાદિ વ્યવહાર અનિવાર્ય છે.
સુમન ! આ ઉપબૃહણ અન્યને આચાર પ્રત્યે આદર વધે એવા પ્રયત્નો કરવાથી થાય છે. આચારપાલન માટે સામાને ઉત્સાહ જેમ વધે તેમ આચારનું મહત્ત્વ સમજાવવું, તેના ફળનું વર્ણન કરવું અને આચારપાલન પ્રત્યે તેની પ્રીતિ વધે એ રીતે તેનું માન-સન્માન–બહુમાન વગેરે કરવું. તે સઘળું ઉપવૃંહણ છે અને તે આચારની પ્રશંસારૂપ છે.
સ્થિરીકરણ પણ એવો જ ગુણ છે. આચારપાલન પ્રત્યે અસ્થિર-ચલવિચલ બનેલા છેને તેનાથી થતા લાભે સમજાવીને કે જરૂરી સહાય કરીને આચારમાં સ્થિર કરવા, તેને સ્થિરીકરણ કહેવાય છે. આમાં પણ બીજાને આચારમાં સ્થિર કરવા કરાતા વિવિધ પ્રયત્ન તત્વથી અચારની પ્રશંસારૂપ જ છે.
દશનાચારને ત્રીજો અથવા સાતમે પ્રકાર છે વાત્સલ્ય. આ વાત્સલ્ય અન્ય સદાચારી જીવ પ્રત્યે મમતારૂપ છે.
જ