________________
તેઓના સદાચરણથી પ્રસન્ન થવું, વગેરે ભાવવાત્સલ્ય છે અને વિવિધ રીતે તેઓની સેવા-ભક્તિ કરવી તે દ્રવ્યવાત્સલ્ય છે. આ વાત્સલ્ય પણ તત્ત્વથી આચારના બહુમાનરૂપ હાવાથી માનસિકી આચારપ્રશસા છે.
અને સુમન ! દનાચારના આઠમા પ્રકાર પ્રભાવના છે, કે જેનું મૂલ્ય ભાવનાથી પણ અધિક કહ્યું છે. તે તે આચા રતું દાન કરવા માટે જ છે. શ્રી જૈનશાસનને પ્રભાવ વધે, તેના પ્રત્યે અન્ય જીવાને આકષ ણ થાય, તેની આરાધનામાં જોડાય, તેની પ્રશંસા કરે અને તેના પ્રત્યે મહુમાનવાળા ખને, તેવાં વિશિષ્ટ કાર્યો કરવાદ્વારા જગતમાં શ્રી જૈનશાસનનુ અર્થાત્ સદાચારનું મહત્ત્વ વધારવું, તેને પ્રભાવના કહેવાય છે. શ્રી જૈનશાસનની પ્રભાવના જેવું સુમન ! કાઈ પુણ્યકાય નથી અને તેની અપભ્રાજના જેવુ ખીજું પાપ નથી, આ પ્રભાવના પણ અન્ય જીવાને શ્રી જૈનશાસન પ્રત્યે અર્થાત્ આચાર પ્રત્યે સન્માન પ્રગટાવવાના ઉદ્દેશથી કરાતી હૈાવાથી, તે પણ શિષ્ટાચારની પ્રશ’સારૂપ છે.
·
એ રીતે સુમન ! સમ્યગ્દર્શનની આરાધનામાં શિષ્ટાચારપ્રશ'સા વ્યાપક છે, તેમ સમ્યજ્ઞાન પણ સદાચારના પક્ષરૂપ અને અસદાચારના પ્રતિપક્ષરૂપ હેાવાથી, તત્ત્વથી તે સદાચારનું પ્રશ'સક છે. જે જ્ઞાન કે શાસ્ત્ર સદાચારનુ પ્રેરક અને અસદાચારનુ અવરાધક ન હાય, તે જ્ઞાન સમ્યજ્ઞાન નથી અને એવું શાસ્ત્ર સભ્યશાસ્ત્ર નથી. શાશ્ત્રા ભણવાં, ખીજાને ભણાવવાં કે ભણનારને સહાય કરવી, વગેરે શ્રુતજ્ઞાનની સઘળી ઉપાસના સદાચારના આદાન-પ્રદાનરૂપ છે, પાળવા-પળાવવારૂપ છે. જે
મ્ય