________________
[૧૫]
સુમન ! આજે આપણે ત્રણ માસ પછી મળીએ છીએ. તેમાં તારી જિજ્ઞાસા વધારવાને ઉદ્દેશ હતું અને તે સફળ થયે છે. જેમ મયૂર મેઘની રાહ જુએ, તેમ આપણે મુલાકાતને અન્ય જિજ્ઞાસુઓ પણે જોઈ રહ્યા છે.
સુમન ! છેલ્લી મુલાકાતને અંતે મેં તને શિષ્ટાચાર પ્રશંસાની સાથે પુણ્યાનુબંધી પુણ્યને કે ઘનિષ્ઠ સંબંધ છે, તે સમજવા કહ્યું હતું તે તને યાદ હશે.
સાંભળ સુમન ! સામાન્ય રીતે તે જડ-બંધનરૂપ હોવાથી આઠેય કર્મો હેય છે પણ તેમાં એકાન્ત નથી. પુણ્યકર્મ એ કમને જ એક પ્રકાર છે અને છતાં શામાં તેને ઉપાદેય પણ કહ્યો છે.
સુમન ! લેકમાં લેખંડના કડાંને બેડી કહેવાય છે પણ સોનાના કડાંને અલંકાર માનવામાં આવે છે. બન્ને કડારૂપે સામાન્ય છે છતાં એક બેડી છે અને એક અલંકાર છે. અલંકાર મનાતે હેવાથી માણસ તેને હરખે હરખે પહેરે છે. તેમ આશ્રવ (નવાં કર્મોને બંધ) સામાન્યરૂપે હેય છે, છતાં અશુભ આશ્રવરૂપ પાપ લેખંડની બેડીતુલ્ય હોવાથી લેકને તે ગમતું નથી પણ તેનાથી બચવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે પુણ્ય
૧૧૦.