________________
અને ચારિત્રના આરાધક બની જીવ ઉત્તરાત્તર મુક્તિનાં સુખાને પણ મેળવે છે.
સુમન ! ગુણના પક્ષ પ્રગટચા વિના તત્ત્વથી ગુણે! પ્રગટતા નથી અને ગુના પક્ષપાતી ગુણુ-ગુણીની ચેાગ્ય પ્રશંસા કર્યો વિના રહી શકતા નથી. એથી સમજવું જોઈ એ કે-ગુણનીસદાચારની પ્રશ'સા જે કરતા નથી, તે તત્ત્વથી ગુણુ કે સદાચારી નથી. જેનામાં ગુણના પક્ષ જન્મે છે, તે તેની ચેાગ્ય પ્રશ'સા કરે જ છે અને એ પ્રશંસાથી પ્રાપ્ત થએલા પુણ્યના અળે ઉત્તરાત્તર વિશિષ્ટ ગુણાનુ ભાજન અને છે.
એમ સુમન ! શુષુપ્રાપ્તિના પ્રખળ ઉપાય ગુણની પ્રશંસા છે અને શિષ્ટાચાર એ ગુણુસ્વરૂપ છે, તે તેની પ્રશંસા અનિવાય છે.
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા, એ તત્ત્વથી શ્રી અરિહં. તાઢિ પચપરમેષ્ટિ ભગવંતાની ભક્તિ છે, તેઓને નમસ્કારરૂપ છે, જગતના કલ્યાણ માટે તેએએ સ્થાપેલા શાસનની સેવા છે, સદાચારના પાલક અને પ્રચારક ગુરુવગની ઉપાસના છે, તેમજ ગુણુપ્રાપ્તિના ઉપાયરૂપે ધમની સાધના છે.
એમ શિષ્ટાચારપ્રશ'સા દેવ-ગુરુ અને ધમની સેવારૂપ છે. તેથી તે જ્ઞાન-દન-ચારિત્રની આરાધનારૂપ પણ છે, અનાદિ અસદાચારના પક્ષ અને પ્રચાર કરી બાંધેલા પાપકર્માને તાડવાના તે ઉપાય પણ છે, અહુકારને દૂર કરી નમસ્કારભાવને પ્રાપ્ત કરવાના પુણ્ય પ્રયત્ન છે અને આ રીતે આત્માનું શ્રેયઃ કરનાર હાવાથી માર્ગાનુસારિતારૂપ પાયાના શ્રમમાં શિષ્ટાચારની પ્રશંસા કરવાનું' વિધાન છે.
૨૧૬૮