________________
અને અપકાર કરે છે તેને પાપાનુબંધી પુણ્ય કહ્યું છે. પહેલાને ઉપાદેય અને બીજાને હેય કહ્યું છે.
સુમન ! આ બંને પ્રકારનું પુણ્ય જીવન માટે જરૂરી સામગ્રીને તો આપે છે, પણ પુણ્યાનુબંધી પુણ્યને એ - સ્વભાવ છે કે–તે જીવન માટે જરૂરી સઘળી સામગ્રી પૂરી પાડે છે. તેની સાથે એ સામગ્રીને સદુપયેગ કરી શકાય તે માટે ચિત્તશુદ્ધિ પણ કરે છે. પાપાનુબંધી પુણ્ય તેથી ઉલટું કામ કરે છે. તે જીવન માટે જરૂરી સામગ્રી તે આપે છે, પણ ચિત્તને મલિન કરે છે. રાગ-દ્વેષ-મેહ-અજ્ઞાન વગેરે દોષોથી ચિત્તને તે એવું દૂષિત કરે છે કે-તે દૂષણે દ્વારા પ્રાપ્તસામગ્રીને દુરુપયોગ કરી નૂતન પાપકર્મોને બાંધી આત્મા સંસારરૂપી અટવીમાં રખડત થઈ જાય છે. એ રીતે બન્નેમાં મોટું અંતર છે. એક ઉપકારી છે, બીજું અપકારી છે.
સુમન ! આમ હવાથી જીવ પાપને વશ પડી જેટલું ઠગા નથી અને જેટલે દુખી થયે નથી, તેથી અધિક તે પાપાનુબંધી પુણ્યથી ઠગા છે. પાપને વશ પડવામાં પણ બહુધા પાપાનુબંધી પુણ્ય કારણભૂત છે. આ અપેક્ષાએ એમ કહી શકાય કે-જીવ આ પુણ્યના વિશ્વાસે દુઃખી થાય છે.
એ કારણે સુમન ! પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે, કારણ કે તે ચિત્તશુદ્ધિ કરે છે. તેથી પ્રાપ્ત થયેલી મનુષ્યજન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ વગેરે જીવનસામગ્રીથી સુખ ભેગાવી શકાય છે, ઉપરાંત ધર્મ–સદાચારનું પાલન વગેરે પણ કરી શકાય છે. અર્થાત્ એમ કહી શકાય કે-આવા પુણ્યાનુબંધી પુણ્યના સહકારથી જીવ પોતાની સઘળી જીવનપ્રવૃત્તિમાં પરાર્થ.
૧૧૨