________________
સુમના આ એક અટલ સત્ય છે કે જેમ જેમ શિષ્ટાચારેનું પાલન ઘટે-તૂટે, તેમ તેમ એની વૃદ્ધિ થાય અને જેમ જેમ શિષ્ટાચારનું પાલન વધે અને સુદઢ બને, તેમ તેમ ચારેય ગતિના જીનાં દુઃખે ઓછાં થાય-સુખની વૃદ્ધિ થાય કારણ કે–બાહ્ય-અત્યંતર સર્વ સુખની જનેતા શિષ્ટાચારની રક્ષા છે. જેમ માતા વિના પુત્ર ન જ જન્મે, તેમ શિષ્ટાચરને. પાલન વિના સુખ કદાપિ ન મળે.
એમ સુમન ! ભવિષ્યનું સુખ પણ શિષ્ટાચારના પાલનથી. જ મળી શકે છે.
સુમન ! સર્વ જીવોના સુખને જોઈ પ્રસન્ન થવું, એ પણ શિષ્ટાચાર છે. તેથી અન્ય અને સુખી જોવાની જ્યાં સુધી આપણી ભાવના ન જાગે કે તેઓનું સુખ આપણને ન ગમે, ત્યાં સુધી આપણે કદાપિ સુખી થઈ શકીએ નહિ. માટે સર્વ સુખી થાય, તે માટે સર્વ સદાચારી બને ! કોઈ પાપ ન કt અને સર્વનાં દુઃખ નાશ પામો ! એવી વૃત્તિ આપણે સેવવી. જોઈએ. જ્યાં સુધી આ પરાર્થવૃત્તિ ન પ્રગટે, ત્યાં સુધી આપણામાં રહેલા માનનો નાશ થાય નહિ.
'સુમન ! અનુપકારવૃત્તિને પણ જ્ઞાનીઓ માન કહે છે. જીવમાં જ્યાં સુધી માન છે અહંવૃત્તિ છે, ત્યાં સુધી સ્વાર્થ વૃત્તિ રહે છે અને એ સ્વાર્થવૃત્તિના ફળરૂપે અનુપકારવૃત્તિ પ્રગટે છે. એથી ફળમાં હેતુનો ઉપચાર કરીને અનુપકારવૃત્તિને માન કહેલું છે. *" हीला निरुपकारित्व निरवमानता अविनय परगुणप्रच्छादनता एतान्यपि मानवनिनाऽभिधीयन्ते " . (ઉપદેશમાળા ગા. ૩૬ની શ્રી સિર્ષિ કૃત ટીકા.)
*
,
*
*