________________
" , સુમન ! કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને જ સુખી કરવાના ઉદેશથી કરતું દાન, એ તત્વથી ધરૂપ બનતું નથી. જેમાં એક યા અનેક પણ અમુકને જ સુખી કરવાની ભાવના હેય, તે સિવાયના અન્ય જીવોની ઉપેક્ષા કે અનાદર હેય, તે ભાવનામાં તત્વથી ધર્મ નહિ પણ મેહની જાળ હોય છે. પરિણામે એ પણ સંભવ છે કે-પરિણામ દયાના હેવા છતાં અમુકને જ સુખી કરવાના ઉદ્દેશથી બીજા અને દુઃખ થાય તેવા હિંસક માર્ગે પણ જીવ ચઢી જાય. એ જ કારણે શ્રી અરિહંતદેવાએ “વિશ્વના હિતમાં એકનું હિત અને એકના હિતમાં પણ સમગ્ર વિશ્વનું હિત હેય તેને તાત્વિક ધર્મ કહો છે. એ સંભવિત છે કે-સમગ્ર વિશ્વનું હિત કરવું શક્ય ન બને, પણ જ્ઞાની-દયાળુ-ધમી આત્માની ભાવના તે સમગ્ર વિશ્વને સુખી કરવાની-સુખી જોવાની હોય અને હેવી જોઈએ.
સુમન ! હું જ્યારે સદાચાર” શબ્દ બોલું છું, ત્યારે પણ તારે તેને “શિષ્ટાચાર” સમજવાનું છે, કારણ કે તત્વથી સદાચાર અને શિષ્ટાચાર ભિન્ન નથી. પ્રત્યેક સદાચાર શિષ્ટાચાર રૂપ છે, અથવા તેમાં અંતર્ગત શિષ્ટાચાર રહેલું હોય છે.
સુમન ! એ રીતે સદાચારના દાન વિના અન્ય જીવને સારો ઉપકાર થઈ શકતો નથી, માટે તેનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે; અને તેથી તે કરવું-કરાવવું જોઈએ. તે માટે સદાચારના પાલક-પ્રચારક સંત-સાધુ વગેરેને પણ અન્ન-જળ વગેરેનું દાન કરવું જોઈએ. સુપાત્રદાનને મહિમા પણ આ કારણે જ અધિક છે.
૮૨.