________________
[૧૨]
સુમન ! “શિષ્ટાચારની પ્રશંસા' નામના બીજા માર્ગોનુસારિતાના ગુણની પૂર્વે કરેલી અનુપ્રેક્ષામાં તને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાયું હશે. જીવ માત્રના કલ્યાણને આધાર શિષ્ટાચાર અથવા સદાચારનું પાલન છે, માટે તેનું દાન સર્વોત્તમ દાન છે અને તે માટે “શિષ્ટાચારની પ્રશંસા કરણીય છે.
શાસ્ત્રોમાં જ્ઞાનદાનને સર્વશ્રેષ્ઠ દાન કર્યું છે, તેનું કારણ પણ શિષ્ટાચારની મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા કે દુષ્કરતા જ છે. જ્ઞાનદાન અને શિષ્ટાચારનું દાન તત્ત્વથી એક જ છે. જ્ઞાનદાન દ્વારા શિષ્ટાચારની સમજણ, મહત્તા, અનિ વાર્યતા, દુર્લભતા વગેરેનું જ જ્ઞાન કરાવાય છે. જે જ્ઞાનદાનમાં સામાને સદાચાર પ્રાપ્ત કરાવવાનું ધ્યેય ન હોય કે અસદાર ચારથી બચાવવાની ભાવના ન હોય, તેને જ્ઞાનદાન કહી શકાય જ નહિ. - શાસ્ત્રમાં જ્ઞાન અને અજ્ઞાનને ભેદ કહે છે, તેમાં પણ આ કારણ જ છે. જ્ઞાન એટલે સદાચારનું પ્રેરક તત્ત્વજ્ઞાન, જે બેધ સદાચારની પ્રેરણા ન આપે, તે તત્વથી અધ છે. અજ્ઞાન છે-મિથ્યાજ્ઞાન છે.
'૮૫