________________
સુમન ! સ્વ-સ્વ કર્મોદયને વેગે પિતાને પ્રાપ્ત થયેલી અવસ્થામાં, તે તે અવસ્થાને ગ્ય નીતિનું પાલન કરવું અને અન્ય જીવો પણ એ રીતે અવસ્થાને ઉચિત જીવન જીવે, તે માટે પોતાના જીવનને દૃષ્ટાન્તરૂપ બનાવવું, તે શિષ્ટાચારનો તત્વથી એક જ પ્રકાર છે. સર્વ સદાચારે તેમાં અંતર્ગત રહેલા છે, છતાં જીવેનાં કર્મોની વિચિત્રતાને કારણે તે તે જીવોની અવસ્થાઓ અને જીવનસામગ્રી વિચિત્ર હોય છે. તેથી પ્રત્યેક મનુષ્યના આચારો ભિન્ન ભિન્ન-વિચિત્ર હોય છે. તેમાંના કેટલાક સાધારણ આચારેને અહીં શિષ્ટાચાર તરીકે જણાવીને તેની પ્રશંસા માટે ઉપદેશ કરેલ છે.
સુમન ! પ્રત્યેક આર્ય આચાર શિષ્ટાચારરૂપ છે, તેના પાલનથી જીવન ઊર્ધ્વગામી બની શકે છે, માટે મોક્ષની–ધમની સામગ્રી તરીકે મનુષ્યભવ પછી આર્યદેશની આવશ્યકતા વર્ણવી છે. આ દેશમાં જન્મેલે મનુષ્ય આર્ય આચારેનું પાલન કરી શકે છે. આર્ય આચારમાં કેવું તત્ત્વ છે, એ જાણવા માટે આપણે એક-બે વાતને વિચાર કરીએ.
એક શ્રીમંત પિતાને સામાન મજુર પાસે ઉપદ્રવે છે, તે તે અનુચિત મનાતું નથી, જે ન ઉપડાવે તે લોકષ્ટિએ અનુચિત છે અને લોકમાં અપવાદરૂપ બને નહિ તેમ વર્તવું એ શિષ્ટાચાર કહ્યો છે, એથી તેણે પિતાને સામાન મજુર પાસે ઉપડાવ એ કર્તવ્ય ગણુાય છે.
અપની આવી દષ્ટિએ તે રાવહાર અનુચિત લાગશે. પિતાનું કાય બીજા પાસે કરાવવું તે રિત નથી, છતાં એવા