________________
તું સમજી શકે, એ ઉદેશથી મેં તને આજે દાન અને તેમાં પણ શિષ્ટાચારનું દાન કેટલું મહત્ત્વનું છે તે કંઈક સમજાવ્યું છે. એનું તું શક્ય-ચિંતન કરજે. હવે પછી આપણે જ્યારે મળીશું, ત્યારે પ્રશંસાથી શિષ્ટાચારનું દાન કેવું થાય છે, પ્રશંસકને અને પ્રશંસા સાંભળનારને એથી કયી જાતના કેટલા લાભ થાય છે તથા પ્રશંસકે એ પ્રશંસાને સફળ બનાવવા માટે શું શું કરવાયેગ્ય છે, વગેરેની અનુપ્રેક્ષા કરીશું.