________________
એમ સુમન ! જ્યારે તત્ત્વજ્ઞ પુરુષ કેઈન પણ જે કંઈ દાન કરે છે, ત્યારે તેના અંતરમાં વિશ્વકલ્યાણની ભાવના અને સદાચારની પરમ પાવની પ્રશંસનીય પ્રભાવના રહેલી હોય છે. તેવી ઉચ્ચ અને વિશાળ દષ્ટિ ન ઉઘડવાના કારણે આપણે દાન કરતાં આ અનુભવ ન કરી શકીએ, તો પણ આ એક હકીકત છે, પરમ સત્ય છે અને આત્માની પવિત્ર અવસ્થાનું આ એક સ્વાભાવિક સ્વરૂપ છે, કે જેને આપણે સ્વીકારવું જ જોઈએ.
સુમન જેમ જેમ આત્માનો વિકાસ વધે છે, તેમ તેમ તેને જડપદાર્થોની અને જડસુખની આસ્થા ઘટતી જાય છે, ચૈતન્યનું મૂલ્ય અધિકાધિક સમજમાં આવે છે અને તેથી તે અન્ન-જળ-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવા છતાં તેમાં સંતોષ પામતો નથી. એથી આગળ વધીને સદાચારનું દાન કરવાની તેની દૃષ્ટિ ખૂલે છે અને તે માટેની તમન્ના પણ જાગે છે. જેમ અન્ન, જળ કે વસ્ત્રાદિના અભાવે ટળવળતા દુ:ખી જીવોને જોઈને તેને દુઃખ થાય છે, તેમ સદાચારવિહેણા-વિલાસી-પાપી જીવનને જીવતા જેને જોઈને પણ તે દુઃખી થાય છે. એની દષ્ટિએ દરિદ્રતા, રંગ વગેરેથી પીડાતા કે ધન-સમ્પત્તિ પામીને પાપાચરણ કરતા સર્વ જીવો દુ ખી દેખાય છે અને તેથી તે સર્વના ઉદ્ધાર માટે શિષ્ટાચારનું દાન કરવા-કરાવવાની દિશામાં તે આગળ વધે છે.
સુમન ! “શિષ્ટાચારની પ્રશંસાને” ગુણ કહ્યો છે, એનું કારણ એ છે કે-શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી તે છે. એ પ્રશંસાની અગત્યતા અને મહત્તા