________________
આઓની સેવા જેટલી જ કે તેથી પણ અધિક હિતકર માનીને કરે છે.
મા જ્યારે પિતાના રોગી બાળકની સેવા કરે છે ત્યારે અને વૈદ્ય કે ડોકટરનું સન્માન કરે છે કે તેને ધન આપી સંતેષે છે ત્યારે પણ એની દષ્ટિમાં પોતાના બાળકનું આરોગ્ય રમતું હોય છે. તેમ સુમન ! જ્યારે જ્ઞાની પુરુષે દીન-દુઃખીઆઓને દાન કરતા હોય છે ત્યારે અને દેવ-ગુરુ વગેરેની સેવા કરતા હોય છે ત્યારે પણ તેઓની ભાવનામાં જગતના સર્વ દુઃખી જનું હિત રમતું હોય છે. સર્વ દુઃખેને મૂળથી • નાશ કરનારા અને સદાચારના પાલન અને પ્રચાર માટે તેઓનો તે પ્રયત્ન હોય છે.
સુમન ! સમજ ટૂંકી હેવાના કારણે અથવા જડસુખની લાલસા વધી જવાના કારણે વત્તમાનમાં આ તત્ત્વને સમજનાર વગ ઓછો મળશે. પરંતુ સદાચારના દાન વિના સાચા ઉપકાર થઈ શકતું નથી જ, એમ તત્વથી જે કઈ સમજશે, તેને શિષ્ટાચારના પાલક-પ્રચારકેની સેવાનું મૂલ્ય ઘણું અધિક છે એમ અવશ્ય સમજાશે.
સુમન ! આજ પર્યત આર્યાવર્તમાં સદાચારી પુરુષો પ્રત્યે અને તેઓની સેવા પ્રત્યે અધિક માન સચવાઈ રહ્યું છે, તેનું મૂળ કારણ હવે તું સમજી શકીશ કે-એ દ્વારા જગતના દુઃખી જીવને શિષ્ટાચારનું દાન કરી તેઓનાં દુઃખાને નાશ કરાવી શકાય છે.
૮૧ ---