________________
દ્રવ્ય સફળ થાય છે, જે ભોગ કે નાશરૂપે નિષ્ફળ થાય છે; તેમ શિષ્ટાચાર માટે પણ છે. તે જ શિષ્ટાચાર પાળે અને બીજાને તેનું દાન કરવાને જે ઉદ્દેશ કે પ્રવૃત્તિ ન હોય, તે તત્ત્વથી તેનું શિષ્ટાચારનું પાલન નિષ્ફળ નીવડે છે, આત્મવિકાસના માર્ગે તેને આગળ વધારી શકતું નથી અને સંસારનાં બંધનેથી છોડાવી શકતું નથી.
સુમન ! શ્રી જિનેશ્વરદેએ શાસનની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો અને એને પ્રવાહ આર્યાવર્તમાં ચાલુ છે. સર્વ લેક અને સર્વ દશને ઉપદેશની આવશ્યકતા સ્વીકારે છે, તેનું કારણ શિષ્ટાચારનું–સદાચારનું દાન કરવું એ જ છે. - સુમન ! ધર્મનું તત્વ સુખ પામીને પ્રસન્ન થવાનું નથી, પણ સુખ આપીને પ્રસન્ન થવાનું છે. પોતાના સુખ માટે આ જગતમાં કે પ્રયત્ન નથી કરતું ? જે પરના સુખ માટે જન્મ છે, જીવે છે કે પ્રયત્ન કરે છે, તે જ મહાન છે અને તે જ મહાત્મા બની પરમાત્મા પણ બની શકે છે. એટલે શિષ્ટાચારનું પાલન પિતે જ કરીને સંતોષ માનવો ઉચિત નથી. જીવ માત્ર શિષ્ટાચારની ભૂમિકાને પામે, શિષ્ટાચારને પાળે અને સુખી થાય, એ ભાવનાપૂર્વક શિષ્ટાચારનું પાલન અને તેનું દાન પણ કરવું જ જોઈએ. જ છતાં સુમન ! જે પિતાની જ ચિંતામાં ડૂબેલો છે, પરને સુખ આપવા જેટલી કે બીજાને સુખી જોઈ પ્રસન્ન થવા જેટલી વિશાળ દષ્ટિ જેની ઉઘડી નથી, માત્ર પોતાનાં જ સુખ માટે પ્રયત્નો કરે છે, તે સ્વાર્થપરાયણ જીવને પણ બીજાને સુખ આપ્યા વિના છૂટકો જ નથી. સુખ એક એ ભાવ છે કે
৩৩