________________
તેને રસ્તે આપીએ તો જ આગળ ચાલી શકીએ છીએ, દાન બીજાને આપીએ છીએ, સેવા બીજાની કરીએ છીએ, અહિંસા માટે અન્ય જીવોને મારતા નથી પણ જીવાડવાના શક્ય પ્રયત્ન કરીએ છીએ, જે વીંછી કરડે અને પકડાય તો પણ મારતા નથી, તેને કોઈ મારે તો પણ મારવા દેતા નથી, જે તેને મારે તો પાપ માનીએ છીએ, ક્રોધીને પણ ક્ષમા આપીએ છીએ અને અભિમાનીની પણ દયા ચિંતવીએ છીએ. આવા અનેક પ્રકારે આપણે ધર્મ કરીએ છીએ, તેનાથી તે તે વ્યક્તિઓને ઉપકાર થાય છે કે નહિ ? જે થાય છે, તો એ ઉપકાર આપણા ધર્મથી તેને થાય છે, એમ માનવું જોઈએ.
સુમન ! આ તે સામાન્ય હકીકત કહી. તત્ત્વથી ધર્મના પ્રાણસ્વરૂપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યય-એ ચારેય ભાવનાઓ પરસાપેક્ષ છે. વિશ્વના સર્વ જીવોના હિતની ચિંતા અને દુઃખમુક્ત કરવાની ભાવના તે મૈત્રી, યથાર્થ તાવિક ગુણને પામેલા ગુણવંતના ગુણનો પક્ષપાત તે પ્રમદ, દુઃખીએનાં દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણા અને અગ્યસુધરી ન શકે તેવા જીની ઉપેક્ષા તે માયર. આ ચારેય ભાવનાએ જે પરના હિતરૂપ છે અને એ ધર્મનો પ્રાણ છે, તે ધર્મ સર્વ જીવોનું હિત કરનાર છે, એમ માનવું જ જોઈએ.
સુમન ! અંધ સ્વયં સૂર્યના પ્રકાશને પામતો નથી, પણ દેખતા મનુષ્યદ્વાર સૂર્યને પ્રકાશ તેને ઉપકાર કરે છે. ઉદાહિરણ તરીકે આપણને માર્ગે ચાલતાં કોઈ અંધ મળે, તે આપણને ન દેખી શકે, પણ આપણે સૂર્યના પ્રકાશના બળે