________________
[૧૦].
સુમન ! ન્યાયસમ્પન્ન વિભવ શિષ્ટાચારના પાલનથી પ્રાપ્ત થાય છે, અથવા ન્યાયસમ્પન્ન વૈભવનું ફળ શિષ્ટાચારની પ્રાપ્તિ છે, માટે માર્ગાનુસારિતાને બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા કહ્યો છે. તેમાં શિષ્ટાચારના પાલનરૂપ આચારધર્મનું મહત્ત્વ કંઈક માત્ર ગઈ વખતે તને જણાવ્યું હતું. તેનું ચિંતન તે કર્યું હશે અને આચારધર્મ એ જીવેનું સર્વસ્વ છે, એ તત્ત્વ તને સમજાયું હશે.
દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વ જીવોના એક માત્ર પ્રાણાધારરૂપ આચારધર્મની રક્ષામાં છે, કારણ કેપ્રત્યેક સદાચારમાં જીવનું કલ્યાણ કરવાની અચિજન્ય શક્તિ છૂપાયેલી છે અને તેથી સદાચારને રક્ષક યા પાલક તત્વથી અન્ય જીવનું કલ્યાણ કરે છે, એ જ તેનું મોટામાં મોટું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે–મોટો ઉપકાર છે.
સુમન ! આજે આપણે શિષ્ટચારનું મહત્ત્વ સમજવા માટે શિષ્ટ અંશને વિચાર કરીશું. અહીં “શિષ્ટ એટલે જેઓએ સદાચારી અને જ્ઞાનવૃદ્ધ (વિશિષ્ટ અનુભવી) એવા ગૃહસ્થ વડીલો, જેવાં કે-માતા-પિતા, વિદ્યાગુરુએ કે જ્ઞાતિસમાજ વગેરેના અગ્રેસ પાસેથી તથા ત્યાગી-વિરાગી-જ્ઞાની