________________
પરહિતકારી એવા ધર્મગુરુઓ પાસેથી, તેઓને વિનય અને સેવા કરવાપૂર્વક હિતશિક્ષા પ્રાપ્ત કરી હોય તેવા પુરુષે. આવા પુરુષોએ સદાચારનો વારસે મેળવ્યો છે અને પોતાની પછીના જીવોને તે આખે છે. એમ સર્વ જીવોના સુખના એક અનન્ય સાધનરૂપ સદાચારને પ્રવાહ અખંડ વહેવડાવવામાં આ શિષ્ટપુરુષોને અમૂલ્ય ફાળો છે.
સુમન ! શ્રી જિનેશ્વરદે સુખપ્રાપ્તિના ઉપાયને ઉપદેશ કરે છે, તેને શિષ્ટપુરુષ ઝીલે છે અને તેનું યથાશક્ય પાલન કરવાપૂર્વક અન્ય જીવોને વારસારૂપે આપે છે. એ રીતે શિષ્ટાચારનું અસ્તિત્વ શિષ્ટપુરુષોને આભારી છે. તેથી શિષ્ટાચારનું જેટલું મહત્વ છે, તેટલું કે અપેક્ષાએ તેથી પણ અધિક મહત્ત્વ શિષ્ટપુરુષોનું છે. તેઓને જગત ઉપર આ અસાધારણ ઉપકાર છે કે–તેઓએ શિષ્ટાચારનું દાન કર્યું છે. આપણે સૌ તેઓના રાણું છીએ.
સુમન ! મનુષ્યના દેહની અપવિત્રતાના વેગે પ્રતિદિન ઊકરડા સર્જાય છે અને તેની દુર્ગંધથી હવામાન બગડતું રહે છે. તેની અસરમાંથી બચવા માટે બીજી બાજુ બાગ-બગીચામાં ફૂલ-ઝાડને ઉછેર કરવામાં આવે છે અને તેના આલંબનથી આરોગ્યનું રક્ષણ કરાય છે. એ રીતે અનાદિકાળથી સંસારી જીની અપવિત્રતારૂપ કામ-કેધ–મદ-મોહ-માયા-લભઈર્ષ્યા-અહંકાર વગેરે દેષોથી જગતમાં દૂષિત વાતાવરણ સજતું રહે છે અને તેની અસરથી અન્યાન્ય છે પાપવૃત્તિમાં પ્રેરાય છે. તેની સામે શિષ્ટ પુરુષોના આચારે, જેવાં કે–વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, પ્રેમ, વાત્સલ્ય,
૭૨