________________
[૪ ]
સુમન ! અનુપ્રેક્ષાનું મહત્વ તને સમજાયુ હશે, કાઇ પશુ વિષયના યથાતથ્ય જ્ઞાન માટે અનુપ્રેક્ષા ઘણી જરૂરી છે.
સુમન ! આજે હું તને ધર્મ કે જેના વિના ભવભ્રમણુ ટળે તેમ નથી જ, તે ધર્મના માર્ગાનુસારીતા સાથે અને માર્ગાનુસારીતાના મનુષ્યભવ સાથે કેવા સમધ છે, તે અ ંગે સમજાવીશ.
એક વાત તે તારે સમજી લેવી જોઇએ કે, ધમ' એ આત્માના સ્વભાવ છે. કહ્યું છે કે, ‘વઘુસદ્દાવો ધો’અર્થાત પ્રત્યેક પદાર્થના સ્વભાવને તેના ધમ કહેવાય છે. એ કારણે 'ધૂમ' એ બહારથી મેળવવાની વસ્તુ નથી, આત્મામાં છે, તેને પ્રગટ કરવાના છે. પણ તેને પ્રગટ કરવામાં અચેતન એવી પર (બાહ્ય) વસ્તુઓની સહાય વિના ચાલે તેમ નથી,
સુમન ! ચાલવાની શક્તિને પ્રગટાવવા ચાલણુગાડીની, ચઢવાની શક્તિને પ્રગટાવવા નિસરણીની, પાચનશક્તિ પ્રગટે કરવા આહારની જરૂર પડે છે; તેમ આત્માના સ્વભાવને પ્રગટ કરવા મીજી બહારની વિવિધ વસ્તુની જરૂર પડે છે. ચારે
૨૧