________________
પ્રગટાવી તેના મેળવનારને ગુલામથીય હલકે બનાવી દે છે, તેના છેડા પણ સત્ત્વને નાશ કરીને દીન બનાવી દે છે અને દીન બનેલો માનવ પછી જીવનમાં ન્યાયને બદલે અન્યાય ભરી દે છે.
સુમન ! આ પરિસ્થિતિએ આપણને વાર વાર નીચે પટકયા છે. કેઈ સુસંયોગને પામીને જીવ થેડું-ઘણું સત્કાર્ય કરે છે. તેનાથી પુણ્યબંધ થાય છે અને પુણ્યના ઉદયે તેને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. પરંતુ પ્રાપ્ત થએલું તે થોડું પણ ધન કે મળેલી બાહ્ય સુખ-સગવડે તેના જીવનમાં નમસ્કારભાવના અભાવે સ્વાર્થપરાયણતા પ્રગટ કરીને વિવિધ પ્રકારે અન્યાય કરાવે છે.
એ કારણે સુમન ! નમસ્કારભાવ પ્રગટાવે અતિ આવશ્યક છે. જ્ઞાનીઓએ એથી જ સર્વ સાધનાઓના સાધ્ય તરીકે નમસ્કારભાવને જણાવ્યું છે. શ્રી પરમેષ્ઠિ નમસ્કાર એ મહામંત્ર હેય, સર્વપાપપ્રણાશક હોય કે સર્વ મંગલમાં શ્રેષ-પ્રથમ મંગલ હોય, તે તેનું કારણ તે તેના સાધકમાં નમસ્કારભાવને પ્રગટ કરે છે તે છે. : સુમન ! ઔષધને આપણે રોગનિવારણ માટે જરૂરી માનીને તેની માત્રામાં લઈએ છીએ. અને લેતી વેળાએ પણ તેનાથી છૂટવાની વૃત્તિ અખંડ રાખીએ છીએ. એ નીતિ ધન મેળવવામાં પણ રાખવી જોઈએ. જીવનનિર્વાહ માટે ધનને અનિક વાય સમજીને તે જરૂર પૂરતું મેળવીએ અને મેળવતી વેળાએ પણ તેનાથી છૂટવાની વૃત્તિ રાખીએ તે અન્યાયથી બચી શકીએ