________________
[૯]
સુમન ! જીવ અનાદિકાળથી જે સુખ માટે પ્રયત્ન કરે છે, તેની પ્રાપ્તિના પ્રથમ ઉપાયરૂપ માર્ગોનુસારિતાનો બીજો પ્રકાર શિષ્ટાચારપ્રશંસા છે. આ ગુણ ન્યાયસમ્પન વૈભવનો અલંકાર છે. તેને સમજવા માટે શિષ્ટ-આચાર–પ્રશંસા,એ ત્રણેયને જુદા જુદા અને સમુદિત સમજવાની જરૂર છે. - સુમન ! આ ગુણમાં “પ્રશંસા વિધેય છે અને શિષ્ટાચાર' અનુવાદ્ય છે. એથી તત્ત્વથી પ્રશંસાને સમજવાની છે, તેં પણ જેની પ્રશંસા કરવી હોય તેનું મહત્ત્વ સમજ્યા વિના તેની પ્રશંસા યથાર્થરૂપે થઈ શકતી નથી, માટે પ્રશંસા પૂર્વે આપણે આચારનું મહત્ત્વ વિચારીએ.
સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે “રા' ધાતુને “ગ” પ્રત્યય તથા પૂવે “બા” ઉપસર્ગ આવવાથી “બા+૨=ળવાર' શબ્દ બને છે. તેમાં બધા નો અર્થ અભિવિધ અને મર્યાદા છે, તેથી મર્યાદામાં અને પૂણે ચાલવું તેને આચાર કહેવાય છે. આપણી ભાષામાં “ઈષ્ટપ્રાપ્તિ સુધી માર્ગે ચાલ્યા કરવું –એ અર્થ થયે. અહીં ચાલવું એટલે “વર્તન કરવું એમ સમજવું, કારણ કેઆચાર, આચરણ, વર્તન, ચારિત્ર વગેરે શબ્દોનો સમાન અર્થ થાય છે.
૫૯