________________
સુમન ! પૃથ્વી ઉપર પ્રત્યેક જીવને એગ્ય આહાર ઉત્પન્ન થાય છે અને મળી રહે છે તથા લટકતી ખૂલી તલવારની જેમ મસ્તક ઉપર ઝઝુમી રહેલાં મરણન્ત સંકટ પણ નડતા નથી, તેમાં એક ધર્મ કારણ છે. જ્ઞાનીઓ કહે છે કે-વિવિધ સંકટોથી ભરેલા આ સંસારમાં જેનું રક્ષણ કરનાર જે કઈ હેય, તો બંધુની જેમ સદા સાથે રહેનાર અતિ વત્સલ એક માત્ર ધર્મ છે.
સુમન ! આ ધર્મના પ્રભાવથી પૃથ્વીની સપાટીથી ઊંચું રહેલું પણ સમુદ્રનું પાણી રેલાઈને પૃથ્વીને ડૂબાવતું નથી અને તાપથી અતિ તપી જતી પૃથ્વીને વરસાદ આશ્વાસન આપી તૃપ્તિ કરે છે. અર્થાત ધર્મના પ્રભાવે જ પૃથ્વી ઉપર રહી શકે છે, જવું-આવવું કરી શકે છે અને જીવી શકે છે.
અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. તે જે તિથ્થુ ગમન કરે તે સઘળું બાળી મૂકે, છતાં તેમ થતું નથી અને અગ્નિ ઉર્ધ્વ દિશામાં ગમન કરે છે.
વાયુ સ્વેચ્છાચારી છે, તેને રોકવાનું કેઈમાં સામર્થ્ય નથી, તે જે ઊંચે ચાલ્યો જાય તે કેઈ શ્વાસોચ્છવાસ પણ લઈ શકે નહિ, છતાં તેમ બનતું નથી અને વાયુ તિરછું ગમન કરે છે.
નીચે આધાર વિના અને ઉપર આલંબન વિના પણ જગતને આધાર પૃથ્વી સ્થિર ટકી રહી છે અને પ્રાણીઓને આધાર આપી રહી છે.
જેના પરિભ્રમણથી અનાજ, ઔષધિઓ અને ઘાસ પાકે છે, આરોગ્ય સચવાય છે અને બીજા પણ વિવિધ લાભ
૬૨