________________
સુમન ! એ રીતે આચાર શબ્દમાં “માગે–સતત-ચાલવું -એ ત્રણ અંશે છે, તેથી અખંડ-સતત વિધિપૂર્વક શુભ વર્તન કરવું તેને આચાર કહેવાય છે.
ધીમી ગતિએ પણ શક્તિ-સંગ પ્રમાણે જે પ્રતિદિન માગે ચાલતું રહે, તે હજારો માઈલ દૂર રહેલા પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ પ્રતિદિન યથાશક્ય શુભ વર્તન કરતો રહે, તે છેક મુક્તિ સુધી પહોંચી શકે છે.
ચાલનાર ભૂલે ન પડે અને કાંટા-કાંકરાથી બચી સુખપૂર્વક ઈષ્ટસ્થળે પહોંચે તે માટે લોક માગને આશ્રય લે છે, તેમ ભવમાં ભટક્યા વિના નિવિદને સુખપૂર્વક મેક્ષમાં પહોંચવા માટે આચારનું પાલન કરવું જોઈએ. આચારના આશ્રય વિના કદી મુક્તિ થતી નથી. જ્ઞાનીઓએ સંસારને અટવી કહી અને તેમાંથી પાર ઉતારનાર આચારને માર્ગ કહ્યો છે. અર્થાત આચાર એ મુક્તિપુરીને માર્ગ છે.
સુમન ! આ આચારરૂપ મોક્ષને માર્ગ એ જ જીવનું સર્વસ્વ છે. તેનું પાલન કરનારા, ઉપદેશદ્વારા દાન કરનારા, તેના પાલકને સહાય કરનારા જે કઈ છે, તે જ આ જગતમાં સાચા ઉપકારી છે. આપણે શ્રી અરિહંતદેવ વગેરે પરમેષ્ઠિ ભગવંતેને કે તેઓની આજ્ઞાના પાલક બીજાઓને ઉપકારી માનીએ છીએ, તેનું કારણ તેઓ આ આચારને ઉપદેશ, પાલન, દાન અને સહાય કરે છે તે છે.
સુમન ! આત્માને શુદ્ધ સ્વભાવ તે તેનો ધર્મ છે અને તેને પ્રગટ કરવાનું સાધન આચાર છે, તેથી કાર્યને કારણમાં