________________
અને કીતિની દરકાર ઓછી કરે છે, સત્ત્વને તત્વ માની તેની રક્ષા કરે છે, સત્ત્વને છેડતાં પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્વની સાથે રહેનાર લક્ષ્મી અને કીર્તિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લેક પણ તેની સેવા કરવા માટે પ્રેરાય છે.
સુમન ! જીવ જ્યારે પિતાના જીવનથી-સત્વથી રક્ષા કરશે તથા લક્ષ્મી અને કીતિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તેને મળશે તે ધન અને કીતિ પૂર્ણ ન્યાયસમ્પન્ન હશે. તે તેના સર્વ સુખોનું કારણ બનશે, માટે સત્ત્વને મહત્વ આપી તેની રક્ષા કરવી જોઈએ, લક્ષ્મી અને કીર્તિને મોહ તજવો જોઈએ. ન્યાયસમ્પન્ન વૈભવની પ્રાપ્તિનો એ જ સારો ઉપાય છે.
સુમન ! ટૂંકમાં કહું તે ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે, એ વિનય છે, તપ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ધન સર્વ સુખને પ્રાપ્ત કરાવે છે, માટે તેને માર્ગાનુસાર તામાં પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યા છે. આ વિષયમાં તું જેમ જેમ સૂકમ બુદ્ધિથી મધ્યસ્થભાવે વિચારીશ, તેમ તેમ તને ઘણું તત્ત્વજ્ઞાન પ્રગટ થશે.
હવે પછી આપણે “શિષ્ટાચારપ્રશંસા” નામના માર્ગોનુસારિતાના બીજા ગુણ અંગે અનુપ્રેક્ષા કરીશું.