________________
ધન અને ધર્મનું રક્ષણ કરી લીકિક-લોકેત્તર ઉભય પ્રકારના હિતને સાધી શકે છે. એથી સુમન ! સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. “યથા રાજા તથા પ્રજા— એ લેકેક્તિની જેમ “યથા પ્રજા તથા રાજા”—એ પણ એક સત્ય છે. અન્યાયી પ્રજા અને ન્યાયી રાજાને સુમેળ મળતું નથી. - એ રીતે સુમન ! ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવ જગતના પ્રાણ છે, સુખ માત્રનો આધાર છે અને ધર્મનું મૂળ છે. તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે.
સુમન ! જીવમાં જેમ જેમ સત્ત્વ ખીલે છે, તેમ તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવ સુલભ બને છે. સ્વ
ને જીવનમાં મહત્ત્વ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યકતા ઉપર ભાર આપવાથી રજેગુણ અને તમોગુણ પોષાય છે. પરિણામે સત્ત્વગુણ નાશ પામે છે અને જીવ જડ પદાર્થોને દાસ બની અન્યાય કરતો થઈ જાય છે. - સંભળાય છે કે–એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતું, ત્યારે મધ્યરાત્રે એક સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડશે. વિક્રમે પૂછયું કે કેમ ! કેણ છે? કેમ આવ્યાં છે? સીએ કહ્યું કે-હું લક્ષ્મીદેવી છું. આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિક્રમે કહ્યું કે સુખેથી
જ્યાં જવું હોય ત્યાં જાઓ ! અને પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃ નિદ્રાધીન થઈ ગયે. દેવી આશ્ચર્ય પામી, બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વારે બીજી. સી આવી. તેણી એ વિક્રમને જગાડયો અને પિતે કીતિ છે, એમ કહી જવાની રજા માગી. લેશ પણ દુભાયા વિના વિક્રમે તેને