________________
નથી તેનું કરવા પ્રેરાય છે. મિલી છે. ,
ચરનાર પોતે ચોરાય છે. અગ્નિ કે પાણીના ઉપદ્રવ પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતો નથી. કોઈ અજ્ઞાનથી તેનું હરણ કરે છે તે પણ તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછું આપવા પ્રેરાય છે. “સાચા શેઠની પાંચશેરી”એ કહેવત તેના દષ્ટાન્તરૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. ઉપરાન્ત તે તેના માલિકની પણ રક્ષા કરે છે. તેની બુદ્ધિમાં ઔદાર્ય, સંતેષ, નીતિ, સદાચાર વગેરે વિવિધ ગુણેને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે.
એથી વિપરીત અન્યાયનું દ્રવ્ય મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે, પોતાને અને પોતાના માલિકને પણ નાશ કરે છે. વિવિધ ઉપાયથી તેની રક્ષા કરવા છતાં કોઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન અને દરિદ્ર બનાવી તે ચાલ્યું જાય છે. તે ચાલ્યું ન જાય અને રહે, તે પણ રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લેભ, કૃપણુતા, અનીતિ, અસદાચાર વગેરે સ્વ–પર હાનિકર અનેક દૂષણને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાન્તરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ ચારવાની, લૂંટવાની વગેરે પાપબુદ્ધિ પ્રગટ કરે છે.
સુમન ! પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે, ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કોના ન્હાને પ્રજાના ધનને તે લૂંટે છે અને પ્રજાની અધમથી રક્ષા કરવાનું સ્વકર્તવ્ય સૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી પ્રજા કુળધર્મ અને આત્મધર્મને પણ લૂંટે છે. ન્યાયપ્રિય પ્રજાને રાજા પણ ન્યાયી બને છે અને તેના રક્ષણ તળે પ્રજા પોતાના