________________
જીને મળે છે, તે સૂર્ય-ચંદ્ર ધર્મના પ્રભાવે નિયમિત ઉદય પામે છે અને સતત પરિભ્રમણ કરે છે.
સુમન જે ધમ ન હોય, તે તે તે સમુદ્ર અગ્નિ, વાયુ વગેરેની સહાય મળવાને બદલે ઉપદ્રવ થાય. એક એકમાં એટલી તાકાત છે કે–પૃથ્વીને પ્રલય કરે, કોઈ બચી શકે નહિ. તેમ સૂર્ય –ચંદ્રનું પરિભ્રમણ જે ન હોય, તો આહારાદિ જીવનસામગ્રી મળી શકે નહિ. ધમ અને ધમીઓનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને તેના પ્રભાવે જીને તે તે જીવનસામગ્રી મળતી રહે છે, ઉપદ્રવોથી રક્ષણ થાય છે.
સુમન ! તને પ્રશ્ન થશે કે-અનેક ઉપદ્રવથી ભરેલે સંસાર છે. જે ધમ સર્વના ઉપદ્રવે અટકાવતે હેય, તે અગ્નિ, જળ કે દુષ્કાળ વગેરેના ઉપદ્રવો કેમ હોઈ શકે? તેનું સમાધાન એ છે કે-ધમ સદાય સર્વનું રક્ષણ કરતા હોય છે, પણ તેને અનાદર કરીને જો પોતે પોતાના અજ્ઞાનથીમૂઢતાથી ધર્મના દ્રોહ કરીને સ્વયં દુઃખી થાય છે. એવા જીવોને પણ તે તે પ્રસંગે ધમ તે ઉપકાર કરતે જ હોય છે. - જીવ, અજ્ઞાન અને મોહથી ધમને દ્રોહ કરે છે, તે પણ ધર્મ તેના પ્રત્યે ઉપકાર કરતે હોય છે. સુમન ! નવા નવા જન્મ અને નવા નવા કર્મોના ઉદય આખરે તેના જન્મને અને સર્વ કર્મને નાશ કરવા માટે છે, એમ ગી-જ્ઞાનીપુરુષ સમજે છે, તેથી તેઓ વિષમ કર્મોના ઉદયમાં અને મરણમાં પણ મુંઝાતા નથી–પ્રસન્ન રહે છે. સામાન્ય જીવો જ્ઞાન અને સત્ત્વરહિત હોય છે, એથી આપત્તિ-સમ્પત્તિ કે મરણ-જીવન સર્વ પ્રસંગોમાં ગભરાતા અને મુંઝાતા હોય છે.