________________
રીતે ખરાબ–દુઃખદાયી શરીર, અને તેનાં કષ્ટો ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત એવા દે પ્રગટે છે કે–તેનાથી વિવિધ યાતનાઓ ભગવતે જીવ ત્રાહિ ત્રાહિ પિકારતે સંસારમાં રુલે છે. ગોત્રમાં નીચગોત્રનો બંધ થાય છે અને તેના ઉદયથી મનુષ્ય થાય તો ભીલ, કોળી, વાઘરી, ચમાર, ભંગી, હજામ, મેથી અને દરજી જેવા હલકા કુળમાં જન્મે છે. દેવ થાય તે પણ કિલિબષિક જે હલકટ દેવ થાય છે. તિર્યંચમાં પણ કુતરે, બિલાડો, ભૂંડ, ગધેડે, કાગડે, ઘુવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે. અથવા તો નારકીમાં નારક થઈ અકથ્ય દુખે ભગવે છે. અંતરાયકની પણ પાંચેય પ્રકૃતિઓને બંધ થાય છે, એથી તેના ઉદયે નિધન, કૃપણુ અને તુચ્છ પ્રકૃતિવાળો બને છે. તેની ઈચછાઓ સદૈવ અધુરી રહે છે, મળેલી પણ સુખસામગ્રીને ભેગવી શકતું નથી અને નિવીય તથા નિસત્ત્વ બની કે શુભ પુરુષાર્થ કરી શકતો નથી. સર્વત્ર ભયભીત અને ચિંતાતુર રહે છે.
સુમન ! અન્યાયવૃત્તિનાં આ પરિણામ તને સમજાવવા પૂરતાં ટૂંકમાં કહ્યાં. તત્ત્વથી તે એક ક્ષણ પણ અન્યાયને પક્ષ કરનાર જે જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે વિવિધ કા ભેગવે છે, તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે. જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે-જગતના છ દશ્યમાન કે અદશ્ય જે જે દુઓને ભેગવે છે, તે સર્વ એક અન્યાયવૃત્તિને પક્ષ કરવાનું પરિણામ છે.
૫૩.