________________
પણ જવાની રજા આપી અને પિતે નિદ્રાધીન થયો. કીર્તિની દશા પણ લક્ષમીના જેવી બની ગઈ. તે પણ મુંઝાણી, બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની બાજુમાં ઊભી રહી. વળી થોડી વારે એક દિવ્ય વેષધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યો. વિક્રમ જાગી ગયે અને સદુભાવપૂર્વક પૂછયું કે-કોણ સત્ત્વ ? અત્યારે કેમ આવવું થયું ? સર્વે ઉત્તર વા કે-હવે આપની પાસેથી જવું છે, અનુમતિ લેવા આવ્યો છું. વિક્રમે કહ્યું કે–ભલે જાએ, પણ એમ ન જવાય, થેડી વાર ઊભા રહે. એમ કહીને ઓશિકા નીચેથી કટાર કાઢીને પિતાના પેટમાં મારવા તૈયારી કરી. સત્વ વિનાના જીવનની શું કિંમત ?-એમ કહી
જ્યાં મરવા માટે કટાર ઊગામી ત્યાં તુ સરવે તેની બે ભુજાઓ પકડી લીધી, પગમાં પડી વિક્રમની ક્ષમા માગી અને નહિ જવાની કબૂલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયો. ત્યારે લક્ષ્મી અને કીર્તિ બને પુનઃ શયનગૃહમાં આવી નમી પડયાં. રાજન ! ક્ષમા કરે ! સત્ત્વને છેડીને અમે ક્યાંય જઈ શકીએ તેમ નથી, કારણ કે- સર્વ જ્યાં રહે ત્યાં જ અમારે વાસ હોય છે. એમ કહીને રહેવાની આજ્ઞા માગી. વિક્રમે કહ્યું કે-તમારી ઈચ્છા !
સુમન ! કહેવાનું તાત્પર્ય એ છે કે-લક્ષ્મી અને કીતિને વશ પડેલા છ સત્ત્વને-પોતાના ગુણોને મહત્ત્વ આપી શકતા નથી, તેનો અનાદર કરે છે અને તે જાય છે ત્યારે લક્ષ્મી અને કીર્તિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મેહમાં ફસાયેલા જીવ તેને રાખવા વિવિધ અન્યાય કરી થાકે છે, જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સત્ત્વશાળી આત્મા લક્ષમી
૫૭