________________
અહંકાર એ સર્વોપરી અન્યાય છે અથવા સર્વ અન્યાયે નુ મૂળ છે. તેને ત્યાગ કર્યા વિના અન્યાય દૂર નહિ થાય અને ન્યાયનું પાલન પણ નહિ થાય.
પણ સુમન ! ન્યાય-અન્યાયની આ વાર્તા સાંભળીને ગભરાવાસ્તુ' કાઇ કારણ નથી. અહંકારને તજવા એ દુષ્કર-અતિ દુષ્કર છે. તથાપિ ન્યાયના પાલનથી ક્રમશઃ અહંકારના સમૂલ નાશ કરીને જ આપણે આપણું કાર્ય પૂર્ણ કરવાનું છે. પ્રાર'ભમાં ભલે આપણે અહંકારને નાશ કરવા જેટલા ન્યાય ન પાળી શકીએ, પણ જ્ઞાનીએ એ કહેલા સ્વમીદ્રોહ, મિત્રદ્રોહ, કુળાચાર વિરુદ્ધ ધન મેળવવું, વગેરે અન્યાયના પ્રકારાના ત્યાગ કરવારૂપ પ્રાથમિક ન્યાયનું પાલન કરતાં ધીમે ધીમે આગળ વધીએ, તા છેલ્લે સપૂર્ણ ન્યાયનું પાલન કરીને-પરા ભાવને સાધીને આપણે અહંકારનેા સર્વથા નાશ કરી શકીશુ. સુમન ! સ અન્યાયેાના મૂળભૂત અહંકારના નાશ કરવા માટે ન્યાયના આધારસ્તંભ પરાથ ભાવની પ્રરૂપણા જ્ઞાનીઆએ કરી છે. તેને લક્ષ્ય બનાવી જે આપણે ન્યાયનુ' પાલન કરીએ, તેા એક દિવસ અહંકારની સામે આપણા આખરી વિજય નિશ્ચિત છે. એથી જ જ્ઞાનીએએ પ્રથમ ન્યાયસમ્પન્ન વૈભવગુણુ દ્વારા આપણને આગળ વધવાનું ફરમાવ્યું છે.
સુમન ! આ ન્યાયસમ્પન્ન વૈભવગુણુ આપણા ઉપર કેવા ઉપકારા કરે છે અને એનાથી ઉત્તરાત્તર આત્મશુદ્ધિ કયી રીતે થાય છે, તે પુનઃ આપણે મળીશુ' ત્યારે વિચારીશું. આજે તા મેં કહી તે વાતાનું પુનઃ પુનઃ ચિંતન કરજે, એટલે વિશેષ વાત સમજવી સરળ થઈ પડશે.
૪૯