________________
કારમાં ન્યાયનું પાલન કરીશું તે પણ અન્ય જીના હિતની બુદ્ધિ નહિ પ્રગટે ત્યાં સુધી અન્યાય થવાને. જે જે કાળે છે જ ક્ષેત્રમાં જે જે જીવમાં સ્વાર્થવૃત્તિ વધે છે અને પરાર્થવૃત્તિ માટે છે, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તે તે જ એક યા બીજી રીતે અન્યાય કરતા હોય છે. એવું પણ જોવા મળે છે કે વ્યવહારમાં ન્યાયને પાળનારો એક સ બાપ પણ હુવા વશ થઈ પોતાનાં પ્રિય સંતાનથી ગુપ્ત રીતે સારી વસ્તુને ખાતે હોય છે, કોઈ પોતાનાં પૂજ્ય માતા-પિતાદિને રોતાં રાખીને યથેચ્છ એજ કરતા હોય છે, વ્યવહારમાં ન્યાયને સાચવનારે પણ કેઈ નોકર-ચાકરનાં નિઃસાસા લઈ પટારો ભરતો હોય છે કોઈ છતી સંપત્તિએ રોતાં-કરગરતાં દીન-દુઃખીઆરાઓને તિરસ્કારતા હોય છે, કેઈ ભૂખ્યા-તરસ્યાં પશુઓ પાસે બળાત્કારે કામ લેતે હોય છે, કેઈ અધિક કમાઈ કરન ઓછું રળનારા પિતાના ભાઈઓ વગેરે પ્રત્યે અનાદર કે તિરસ્કાર કરતો પિતાનું આધિપત્ય જમાવતો હોય છે, તે કોઈ નિપુણ્યક જે પોતે ન કમાવા છતાં હક્ક માની બીજાની કમાઈને યથેચ્છ ભેગ કરતો હોય છે. સુમન ! એ સઘળે અન્યાય છે. પરાર્થવૃત્તિના અભાવે વ્યવહારમાં ન્યાયનું પાલન કરનારા પણ કેટલાય માનવેને અન્યાય આવાં વિવિધ રૂપોને ધારણ કરીને પિતાને વશ કરે છે.
સુમન ! લેભાદિના આભિમાનિક આનંદની ખાતર ન્યાયપૂર્વક પણ ધન મેળવવું તે અન્યાય છે. કુળ તથા ધર્મને અનુ રૂપ જીવી શકાય તેટલું ધન હવા-મળવા છતાં અધિક જરૂરીએતે કપીને ધન મેળવવું તે પણ અન્યાય જ છે. ઘણી