________________
- પણ સુમન ! મમતાના કારણે આપણું જરૂરીઆતેને ક૯૫વામાં પણ આપણે અન્યાય કરતા હોઈએ છીએ. અહંભાવને વશ થઈ, “અમુક તે જોઈએ જ, અમુક વિના તે ન જ ચાલે–એવી માન્યતા બાંધી આપણા પુણ્યથી પણ અધિક સુખ મેળવવા જ્યારે વલખાં મારીએ છીએ, ત્યારે બહુધા આપણે
સ્વ-પરને અન્યાય કરતા હોઈએ છીએ. અને છતાં આપણી ફપેલી ખોટી જરૂરીઆતના બહાના નીચે એને ન્યાય માનીનેકર્તવ્ય સમજીને એ ચલાવ્યા કરીએ છીએ. : સુમન ! તત્ત્વથી તો માનવ પોતાનાં બાંધેલાં શુભ-અશુભ કર્મોને ભેગવી શકે, સુખ અને દુઃખમાં અહંકાર કે દીનતા વિના જીવી શકે, તેવું શરીર વગેરે તેને મળ્યું હોય છે. માનવનું શરીર પ્રાયઃ એવું હોય છે કે–તેને ઓછું કે વધારે, સાદું કે પૌષ્ટિક જે જેટલું આપીએ તેમાં તે ટેવાય છે અને નિર્વાહ કરી લે છે, પણ મેહમૂઢ મન તેમાં માનતું નથી. ગમતું મળવાથી અહંકાર અને ગમતું ન મળવાથી કે અણુ ગમતું મળવાથી દીનતા કરીને તે અન્યાયને માર્ગે જાય છે. આપણું એક માન્યતા છે કે-શરીરને અનુકૂળ આહારાદિ મળે તે આરોગ્ય સચવાય, પણ આ માન્યતા અધુરી છે. ઘણુ ભાગે અહંકાર કે દીનતાના અર્થાત યથેચ્છ ભેગેને ભેગવવાના મનના વિકલ્પો રોગને પ્રગટાવવામાં વિશેષ ભાવને ભજવે છે. સંતેષી સદા સુખી—એ લોકેતિમાં આ તત્ત્વ છૂપાએલું છે છતાં આપણે તેને સમજતા નથી. તેથી મનના વિકલ્પને શાન્ત કરવાને બદલે ઉલટા તેવા પ્રસંગે વધારી મૂકીએ છીએ અને એમ કરીને અધિક અધિક આપત્તિને નેંતરીએ છીએ.
જ