________________
મુક્તિમાર્ગનું સામીપ્ય, પણ તેમાં પ્રથમ ગુણસ્થાનક એટલે ખીણેમાંથી માર્ગે પહોંચવા માટેની આકરી કેડી. આને માર્ગોનુસારિતા કહી શકાય. તે કેડીને નિર્વિઘ પસાર કરવાથી કાચ, રેતાળ, ભૂલભૂલામણીવાળે મોક્ષમાર્ગ મળે છે. એને સમ્યગ્રદર્શન કહી શકાય. સુમન ! અવિરતિની બેડીઓ પહેરીને રણને રસ્તો કાપવા જે કઠિન છતાં, એ માગ મળી જવાથી સમ્યગદર્શન પામેલો જીવ આખરે મુક્તિને પામે છે.
સુમન! ત્રીજું ગુણસ્થાનક એટલે ઉત્સાહ-નિરુત્સાહનાં ઝાલાં! ચોથું ગુણસ્થાનક એટલે થાકેલા જીવનું ભય પામીને પુનઃ ખીણ તરફ પાછું ફરવું ! પાંચમું ગુણસ્થાનક એટલે બેલગાડીની કાચી સડકે મુસાફરી ! અને છડું ગુણસ્થાન એટલે પર્વતનું ચઢાણ!
સુમન ! અહીં સુધી તો પ્રમાદના આંચકારૂપ ખાડા-ટેકરાકાંટા-કાંકરા, ભૂલભૂલામણી, ચાર–%ાપને ભય, વગેરે વિવિધ વિદ્ગો નડે છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમા સુધીનાં અપ્રમત્ત દશાના ગુણસ્થાનકે એટલે કેઈ પણ વિદન વિનાની સુંદર પાકી સડક ઉપર ચારિત્રધર્મરૂપ મોટરની મુસાફરી. કેઈ જીવ તે અંતમુહૂર્તમાં જ મુક્તિમંદિરમાં પહોંચી જાય. વચ્ચે ઉપશમ શ્રેણને ઉન્માર્ગ છે. પણ પાછા ફરતાં આખરે સાચો માર્ગ મળી જાય છે, એટલે એ રખડાવનાર છતાં બહુ જોખમરૂપ નથી.
સુમન! ઘરમાંથી નીકળવું કઠિન છે, નીકળ્યા પછી ચાલવું તેટલું કઠિન નથી. અનાદિકાળથી સ્વાર્થના રસિયા જીવને સ્વાર્થ છોડ કઠિન-અતિ કઠિન છે. ઉપવાસ કરનારને