________________
સુમન ! માનવદેહ સર્વ યંત્રોનું એક જ યંત્ર છે. અન્ય કઈ શરીરથી ન બને તેવાં અલૌકિક (ધ) કાર્યો કરવાની શક્તિ માનવદેહમાં છે. તેથી જ “સામા ધર્મસાધન” કહીને શરીરને ધર્મનું મુખ્ય સાધન કહ્યું છે. તે શરીરથી ન્યાયનું સેવન કર્યા વિના અન્ય કાર્યોમાં ન્યાયની આશા કરવી તે કદાપિ શક્ય નથી. • - સુમન ! તને લાગશે કે શરીર જડ છે અને સદાય આત્માને મેહમૂઢ કરી ઉન્માગે ઘસડી જનારું છે. તેનાથી ન્યાયનું સેવન કેમ થઈ શકે? એનું સમાધાન એ છે કે-જેમ ચારીને વ્યસની પણ ભિલ શ્રીમંતને ત્યાં ચોકીદાર બની તેનું રક્ષણ કરી શકે છે, સેવા કરી શકે છે અને તેનાં કાર્યો પણ કરે છે, તેમ આત્માનું પ્રતિપક્ષી જડ પણ શરીર મન અને ઇન્દ્રિઓને વશ કરનારા આત્માના પક્ષમાં રહી તેનાં સવ કાર્યો અને રક્ષણ કરી શકે છે. એ કારણે જ મન અને ઈદ્રિના પ્રશસ્ત-અપ્રશસ્ત એમ ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. આત્માને પક્ષ કરે તે પ્રશસ્ત અને વિરોધ (મેહને પક્ષ) કરે તે અપ્રશસ્ત કહેવાય છે. *
- સુમન ! ન્યાયસંપન્ન વૈભવનું એ સુંદર ફળ છે કેતેનાથી પિષેલી ઇન્દ્રિઓ અને મન આત્માને પક્ષ કરી (જિનાજ્ઞાને વશ રહી) તેનાં કાર્યો કરી આપે છે. આ તત્ત્વને સમજવા માટે સક્ષમ બુદ્ધિને આશ્રય લેવો પડે છે, તે તને હવે પછી સમજાવીશ ! આજે તે જે વાત આપણે કરી છે તેનું તું ચિંતન-મનન કરજે, કે જેથી આગળનું તત્વ સમજવું સરળ બને! આજે તો આટલું બસ છે.
i