________________
છે અને મન બે આંતરકુટુંબેમાંથી કોઈ એકને આધીન રહે છે. છતાં સુમન ! મૂઢ પુરુષે આ બાહ્ય કુટુંબને પિતાનું સર્વસ્વ માનીને ભૂલે છે.
સુમન ! એ ઉપરાંત બે આંતરકુટુંબે પૈકી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, વિનય, દયા, વગેરે પરિવારવાળું એક આંતરકુટુંબ જીવનું હિસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે, આત્માનાં સર્વ હિતકર કાર્યો કરવાને તેને સ્વભાવ છે અને તે પ્રગટ-અપ્રગટરૂપે નિત્ય આત્માની સાથે રહે છે. તેને જ્ઞાનીએ ધર્મકુટુંબ કહે છે. તે
સુમન ! આ કુટુંબને પ્રાણ ન્યાય છે. ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું * હિત સાધે છે.
સુમન ! બીજું આંતરકુટુંબ ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિતકર છે. અનાદિકાળથી જીવનું સહચર છતાં અસ્વાભાવિક હેવાથી કેટલાક ભવ્ય છે તેના સંબંધને તોડી શકે છે. જ્ઞાનીઓ તેને પા૫કુટુંબ કહે છે.
સુમન ! આ પાપકુટુંબને પ્રાણુ અન્યાય છે. અન્યાયવૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે.
સુમન ! બાહ્ય કુટુંબનું સંચાલક મન જે આંતરકુટુંબના પક્ષમાં જોડાય છે, તેની સાથે બાહ્યકુટુંબ પણ જોડાય છે
અને ન્યાય-અન્યાય દ્વારા તે તે કુટુંબને જીવંત બનાવવાનું - કાર્ય તે કરે છે.