________________
[૫]
સુમન! અનુપ્રેક્ષા તને રુચિકર બની છે, એમ તારી. વધી રહેલી જિજ્ઞાસાથી સમજી શકાય છે. વસ્તુતઃ જીવને સમ્યગ બોધ (જ્ઞાન) જેમ જેમ વધે છે, તેમ તેમ જિજ્ઞાસા પણ વધે છે. જાણેલું અ૫ જણાય, પિતાની અજ્ઞાનતા સમજાતી જાય અને મિથ્યા અહંકાર મંદ પડતો જાય, તો સમજવું કે-જ્ઞાન પડ્યું છે. લીધેલ ખોરાક પચવાથી સ્વાથ્ય સુધરે છે અને સાચી ભૂખ લાગે છે, તેમ જ્ઞાન પણ જેમ જેમ પચે છે, તેમ તેમ ઉપશમભાવ પ્રગટે છે અને જિજ્ઞાસા વધતી જાય છે.
સુમન ! જિજ્ઞાસાની સાચી પૂતિ તો પિતાના આંતર પ્રકાશથી જ થઈ શકે, કિન્તુ એ પ્રકાશ માટે બીજાને વિનય કરવાપૂર્વક ભણવું જરૂરી છે. શ્રી જિનેશ્વરદેવ અને જિનવચન ઉપર જેટલું બહુમાન વધે, તેટલો પ્રકાશ શીધ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય.
સુમન ! સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે-મિથ્યા અહં. કારમાંથી જન્મેલી સ્વાર્થવૃત્તિ સવ અનર્થોનું મૂળ છે અને નમસ્કારભાવથી પ્રગટેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિને પ્રગટાવવાના પ્રારંભિક
૨૯