________________
સુમન ! એ કારણે ધર્મકથા મુખ્યતયા બાળબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને પંડિત બુદ્ધિ, એ ત્રણ પ્રકારમાં શ્રેતા કયા પ્રકાર છે તે જાણીને પ્રથમ સામાન્ય ગુણાનુરાગ વધે, ઉપશમ પ્રગટે, મંત્રી, પ્રદ, કરુણા, ઉપેક્ષાદિ ભાવે જમે તેવી રીતે કરવી હિતકર છે.
સુમન ! ધમકથા સંવેગ પ્રગટ થાય તે રીતે વૈરાગ્યપ્રધાન કરવાથી સ્વપરહિતકર થાય છે. સુમન ! વૈરાગ્ય એટલે સ્વાર્થવૃત્તિને તેડીને પરાથરવૃત્તિ પ્રગટાવવી. સ્વાર્થવૃત્તિથી સર્વ પાપ વધે છે. અને પરાથરવૃત્તિથી સર્વ પાપ ઘટે છે. આ પરાથરવૃત્તિ પણ નિરાધાર નહિ, કૃતજ્ઞતાપૂણ હેવી જોઈએ.
એ માટે સુમન ! શ્રેતામાં બીજાના ઉપકારોને ઓળખવાની અને કૃતજ્ઞભાવે તેને બદલે આપવાની વૃત્તિ પેદા કરવી એ ધર્મકથાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ.
સુમન ! આ વૃત્તિ સહજ પ્રાપ્ય નથી, તે માટે કમિક ઉપાયે સમજાવવા જોઈએ. લોકોત્તરગુણેની પ્રાપ્તિ માટે લૌકિકગુણ કેળવવા એ પાયાનો ધર્મ છે.
સુમન ! મીંડાની કઈ કિંમત નથી, પણ એકડા માટે તે અનિવાર્ય છે. મીંડા વિના એકડો થઈ શકે શી રીતે ? એકડાની દશ દશ ગુણ કિંમત વધારવાની શક્તિ પણ મીડામાં છે.
એ રીતે સુમન ! કેત્તર ગુણે માટે લૌકિકગુણ અનિવાર્ય છે. તે ગુણે જ આગળ વધીને લેકેરરસ્વરૂપ ધારણ કરે છે. એટલું જ નહિ, કેત્તર ગુણેની મહત્તા વધારવામાં પણ લૌકિક ગુણે કારણ બને છે.
૧૯ -