________________
સુમન ! એ કારણે શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાને પ્રથમ આવશ્યક માની છે. તેવા અભાવે આત્મિક ગુણો પ્રગટ થતા નથી, ટકતા નથી, વૃદ્ધિ પામતા નથી અને સફળ થતા નથી. - એ કારણે સુમન' પ્રથમ તે ગુણોનું મહત્વ સમજાવવું એ ધમકથકનું કર્તવ્ય છે.
સુમન ! ધર્મકથાનું સમ્યગૂ-સ્વરૂપ સમજનારા અને વિધિપૂર્વક ધર્મસ્થા કરનારા ઉપકારીઓને પ્રવચન પ્રભાવક કહ્યા છે.'
મેહાવૃત્તજીવોના અજ્ઞાનને દૂર કરી તેઓ સર્વત્ર પ્રશમ ભાવને પ્રગટાવતા રહે છે. કલેશ, કંકાસ, સંતાપ, શોક, વગેરે મનના રોગ તેમના એક આશીર્વાદથી જ ભાગવા માંડે છે. તેઓ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જવાની વિષયતૃષ્ણના તાપને દૂર કરી મૈત્રી અને પ્રશમભાવને આહાદ પ્રગટ કરે છે. - સુમન ! ભિન્ન ભિન્ન રુચિ અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક શ્રેતાઓને એક સમાન ધર્મકથાથી ધમ સમજાવ તે ઘણું અઘરું છે. એ માટે ધમકથકને પોતાની યેગ્યતા, પુણ્યબળ, બુદ્ધિબળ પ્રગટાવવા વિશિષ્ટ સાધના કરવી પડે છે, . અનુગ્રહબુદ્ધિ પ્રગટાવવી પડે છે. વચનવિલાસ અને ધમ. કથામાં મોટું અંતર છે,
' સુમન ! આવા ધર્મકથકને ઉપકાર જગત ઉપર અમાપ છે. જગતના ઉત્પાતને શમાવવામાં તેઓને ફળો મુખ્ય છે. ધમકથાની ચગ્યતાને પામેલા ધર્મકથકના યોગે વૈરવિધ. થતા નથી, હેય તે પણ શમી જાય છે. વગેરે ધર્મકથાનો અને ધમકથકને મહિમા ઘણે છે.
સુમન ! જે અનુપ્રેક્ષાથી આપણે ધર્મ તત્ત્વને સમજવું છે, તે માટે અનુપ્રેક્ષાને સમજવી આવશ્યક હોવાથી પ્રસંગને પામીને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અંગે આપણે થંડી વાત કરી છે. હવે આપણે આત્માના વિકાસમાં પ્રથમ આવશ્યક માર્ગો મુસારિતાનું મહત્ત્વ કેવું છે તે વિચારીશું
૨