________________
૭૬
ખા
આપની સમક્ષ હું ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. યુવતી પણે શેક્યો ઉપર દ્વેષ કર્યા, તેઓના ગર્ભોને થંભાવ્યા, નાશ કર્યા કે ભેગને અંતરાય કરવા પતિને પણ નાશ કર્યોકરાવ્યું કે વશીકરણ-કાશ્મણ દ્વારા વિગ કરાવ્યું, અથવા જીવતા પણ પતિને મરણતુલ્ય કર્યો, વળી - વ્યભિચારીપણામાં જીવતાં જન્મેલા બાળકને ફેંકી દીધાં કે મારી નાખ્યાં, વેશ્યાના અવતારમાં બીજાની બાળાઓનું અપહરણ કર્યું–કરાવ્યું, મંત્ર-તંત્રના પ્રયોગથી સ્તંભન, ઉચાટણ કર્યા કે સ્થાનભ્રષ્ટ કરી વિદ્વેષ કરાખે, વશીકરણ કર્યું વગેરે સર્વ પ્રકારના સર્વ અપરાધને હે ભગવંત ! આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું.
વળી મનુષ્યપણામાં ભૂત-પ્રેત-ડાકણ-શાકણ વગેરે હલકા દેવ-દેવીઓને મંત્ર-તંત્ર દ્વારા બળાત્કારે વશ કર્યા, મારાં ઈષ્ટ કાર્યો (પાપ) તેમની પાસે કરાવ્યાં, તેઓને થંભાવ્યા કે તાડના કરીને તે તે વ્યક્તિઓમાંથી છૂટા કર્યા, વગેરે આ ભવે કે અન્ય ભવમાં કોઈ દેવની પણ જે વિવિધ વિરાધના કરી; તે સર્વને પણ આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું.
એમ મનુષ્ય પણામાં કરેલી વિરાધનાને ખમાવીને, હવે દેવના અવતારોમાં પણ પરમાધામી દેવ બનેલા મેં જે નારકને ઘણું ઘણા પ્રકારે દુઃખી કર્યા, વળી દેવપણ માં રાગ-દ્વેષ અને મેહથી ઉપભેગ-પરિભેગ નિમિત્તે પૃથ્વીકાય વગેરેની અને તેના આધારે જીવનારા